ગાંધીનગર નાગ પાંચમને લઇને ગોગા મહારાજના મંદિરે મેળા યોજાયા હતા. શહેર પાસેના કોલવડામાં આંબલીવાળા ગોગાજીના મંદિરે મેળો યોજાયો હતો. સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે ભક્તોને પ્રસાદ સ્વરૂપે રબારી સમાજ દ્વારા દૂધનુ વિતરણ કરાયુ હતુ. ભુવાજી ઇશ્વરભાઇ, અને વિરમભાઇ દેસાઇ સહિત હાજર રહ્યા હતા.