વીપીએમપી પોલીટેકનીક ગાંધીનગરમા અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે હેતુથી સિક્રેટ ઓફ સક્સેસ વિષય પર સેમિનાર આયોજીત કરાયો હતો. સેમિનાર મોટીવેશનલ સ્પીકર નિરવભાઈ કાપડીયા દ્વારા સંપન્ન કરાયો હતો. આ અંતર્ગત તેમને કારકીર્દી બનાવવામાં મદદરૂપ થાય તે માટે પ્રેરક વાતો રજૂ કરાઈ હતી.