રાજુલા તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા રાજુલા ખાતે સરપંચોની અગત્યની બેઠક મળી હતી. જેમાં રાજય સરકાર દ્વારા બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટના કરેલા પરીપત્રને આવકાર્યો હતો.
હવેથી ગ્રામપંચાયત કચેરીમાં બાયો મેટ્રિક ડિવાઈસ ફરજીયાત, તેમાં સવારના ૧૦-૩૦ કલાક કચેરી શરૂ થાય ત્યારે અને સાંજેના ૧૮-૧૦ કલાકે કચેરી છોડતા પહેલા એમ દિવસમાં ર વખત હાજરી પુરાવાની ફરજીયાત તેમાં તલાટી કમ મંત્રી, શીક્ષકો, આંગણવાડી વર્કરો, આશા વર્કરો પશુપાલન ખાતાના કર્મચારીઓ વગેરે તમામની હાજરી આ ડિવાઈસમાં ફિંગર પ્રિન્ટથી કરવાની રહેશે. ગામડાઓમાં તલાટી મંત્રી, શિક્ષકો તેમજ વગેરે કર્મચારી સમયસર નથી આવતા તેવી બધા જ ગામના સરપંચઓની ફરિયાદ વારંવાર રહેતી સરકારના આ નિર્ણયથી લોકોના કામ સમયસર અને સહેલાથી થશે.