રાજુલા તાલુકાના ઉચેયાના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા સાથી ઉપ સરપંચ દીલુભાઈ ધાખડાની જનસેવાની ચારાબાજુથી અભિનંદની વર્ષા થઈ રહી છે જેમાં નાગ પાંચમના મહા પવિત્ર દિવસે લુણસાપુર ગામે લુણસાપુરીયા નાગદેવતાના ધામે હજારોની શ્રધ્ધાળુ ધર્મ પ્રેમી જનતા દાદાના દર્શન પગપાળા લાંબા અંતરેથી ચાલીને પગ પાળા જતી હોય ત્યારે લોઠપુર ગામ પાસે મંડપ નાખી પગપાળા જતા શ્રધ્ધાળુઓને ચા પાણી અને વિસામાની વ્યવસ્થા શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતાપભાઈ બેપારીયા દ્વારા તેની સેવાકીય ટીમ સાથે ઉપ પ્રમુખ દીલુભાઈ ધાખડા, મહામંત્રી ભૂપતભાઈ ધાખડા સહિતના સેવાકીય યુવાનોએ ખડેપગે રહી સેવા બજાવેલ તેમજ શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચૈયાની આવનારા દીવસોમાં જન સેવાર્થે એમ્બ્યુલન્સ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે.