સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને ચોકલેટનો અન્નકુટોત્સવ ધરાવાયો

1369

સ્વામી હરિપ્રકાશદાસજીના શુભ સંકલ્થી તથા કો. સ્વામી. વિવેકસાગરદાસજીના માર્ગદર્શનથી તેમજ પૂજય લક્ષ્મીપ્રસાદ સ્વામીની અથાગ મહેનતથી સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન મંદિર – સાળંગપુરમાં તા. ૧-૯-ર૦૧૮ને શ્રાવણ માસના તૃતીયા શનિવારે ભવ્ય ચોકલેટ અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ પ્રકારની ચોકલેટો દાદાને અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવે  તથા સવારે પ-૪પ શ્રી મંગળા આરતી તથા ૭-૦૦ કલાકે શણગાર આરતી તેમજ બપોરે ૧ર-૦૦ કલાકે ભવ્ય ચોકલેટનો અન્નકૂટ ધરાવી દાદાને ભવ્ય ચોકલેટ અન્નકૂટ આરતી કરવામાં આવે, બપોરે ૧ર-૦૦ થી પ-૦૦ સુધી દર્શનનો લાભ હજારો હરિભકતોને લીધેલ. વિશેષમાં મંદિરની યજ્ઞશાળામાં દાદાના પ્રસન્નાર્થે સંપુર્ણ શ્રાવણ માસ નિમિત્તે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ.



 

Previous articleએલઆઈસીના ૬ર વર્ષ પૂર્ણ થતા એક અઠવાડીયા સુધી ઉજવણી
Next articleહવે એસબીઆઈ સેન્ટરમાં દરેક બેંકનાં કર્મચારીને તાલીમ અપાશે