સ્ટેટ બેંક જ્ઞાનાર્જન અને વિકાસ સંસ્થા (એસબીઆઈ ટ્રેનીંગ સેન્ટર) હાલમાં હિલ ડ્રાઈવ ખાતે કાર્યરત છે. અહી અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનીંગ આપવા માટે ઉપલબ્ધ છે. સંસ્થાના ડાયરેકટર દીપક પરમારના જણાવ્યા પ્રમાણે બેંકની નવી નીતી પ્રમાણે હવે પબ્લિક અને પ્રાઈવેટ સેકટરની બેંક તથા અન્ય સંસ્થાઓ પણ તેનો લાભ લઈ શકે છે. તાજેતરમાં સ્ટેટ બેંક જ્ઞાનાર્જન અને વિકાસ સંસ્થા, ભાવનગર દ્વારા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. આ ઉપલક્ષમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનાં ચેરમેન મનોજકુમાર સાહેબે વિશેષ હાજરી આપી ને સંબોધન કર્યુ હતું. ચાલુ વર્ષમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના અંદાજિત ૩૦૦થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ અહી ટ્રેનીંગનો લાભ લઈ ચુક્યા છે.
શહેરના હાર્દસમા હિલ ડ્રાઈવ એરિયામાં આવેલી આ સંસ્થા આધુનિક સગવડતાઓ અને ઉત્તમ ટ્રેનર્સથી સજ્જ છે. અહી એકી સાથે ૭૦ વ્યક્તિઓ માટે આધુનિક ઓડિટોરિયમ અને ૬૦ વ્યક્તિઓના રેસિડેન્શિયલ ટ્રેનિંગની પણ વ્યવસ્થા છે. આમ આ સંસ્થા આવનાર સમયમાં ભાવનગરમાં અવિરત વેહતી બેન્કીંગ જ્ઞાન ગંગા બની રહેશે.