‘ચા’ એક એવુ પીણુ છે જે દરેક વ્યક્તિના ઘરમાં પીવાતુ પીણુ છે. સવારમાં જાગ્યા પછી લગભગ દરેક વ્યક્તિને ચાનું તો વ્યસન હોય જ છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે તેને પહેલા આગ્રહ ચાનો કરીશુ વર્ષો જુની રૂઢી જે આજદીન સુધી ચાલી આવે છે. જેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી સારા નરસા પ્રસંગમાં પણ ઘરધણી દ્વારા આવેલા મહેમાનોને ચા તો પીરસવામાં આવે જ છે. તેમજ ધંધા રોજગારમાં ખાસ ચા ના પાણીનો આવેલા ગ્રાહકો, મિત્રો, વેપારીઓને આગ્રહ કરાતો હોય છે આવો જ એક ભાવનગર શહેરના ધંધા રોજગાર માટે હાર્દ સમાન વિસ્તાર નિર્મળનગર હિરા બજાર જ્યાં આશરે ઓફિસે છે. અને લગભગ હજાર લોકો પોતાની રોજગારી જમાવવા શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી આવે છે.
હિરાબજારમાં આવતા લોકો હિરાની લેતી દેતી બાબતે એક પછી એક ઓફિસોમાં ફરતા હોય છે. અને ત્યાં થાય છે. તેમને ચા નો આગ્રહ અને એક વ્યક્તિ આશરે રોજની ૩૦ હજારની ચા પીવાય છે.
નિર્મળનગર હિરાબજારમાં ૬-૭ ચા વાળા છે જે રોજનું ૧૨૦ લીટર દુધ ૨૦-૨૨ કીલો ખાંડ, ૯-૧૦ કીલો ચા, તેમજ ચાને વધુમાં વધુ સ્વાદીષ્ટ બનાવવા એલચી પાવડર, ચાનો મસાલો, આદુ સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. હિજારબજારમાં ચાનો ધંધો ખાસ કરીને મોબાઈલ ફોન પર વધી ગયો છે ઓફીસોમાં બેસેલા વ્યક્તિઓ ફોન પર જ ચાનો ઓર્ડર આપી દેતા હોય છે. સવારે ૧૦ વાગ્યાથી સાંજના સાંત વાગ્યા સુધી ચા વાળા હાથમાં ચા ભરેલો કીટલો તેમજ પ્લાસ્ટીકના તેમજ પુઠાના ગ્લાસ લઈને એક ઓફિસથી બીજી ઓફિસોમાં આટા-ફેરા કરતાં નજરે પડે છે.
છેલ્લા ઘણા સમયથી હિરાના ધંધામાં મંદીનો માહોલ ચાલે છે. લગભગ ઘણા ખરા વેપારીઓ સુરત, બોટાદ, જેવા શહેરોમા રોજગારને લઈ સ્થાઈ થઈ ગયા છે. હિરાબજારમાં સંભળાતી વાતોથી સાબિત થાય છે કે પહેલા કરતાં હાલ ૫૦% પણ લોકો બજારમાં આવતા નથી છતાં હિરા બજારમાં રહેલા આ સાત ચા વાળા કરે છે. રોજનો આશરે ૩૦ હજારનો ધંધો જેનો હિસાબ કરીએ તો મહિને ૯ લાખનો ધંધો થાય છે. ચા ના ધંધામાં આ વેપારનો આંકડો જોઈએ કલાસ-૧ અધિકારીનાં પગારને આંબી જાય છે. છતા કહેવાય શુ ‘ચા’વાળો . આ ઉપરથી સાબીત થાય છે કે, કોઈપણ ધંધો નાનો નથી હોતો દિવસભર એક ઓફિસથી બીજી ઓફિસે ભાગદોડ કરતા ચા વાળા રાત્રે ઘરે જાય ત્યારે જમવાની કે સુવાની તાકાત રહેતી નથી.
‘ચા’ના ફાયદા અને નુકશાન
‘ચા’એક કેફી પીણુ તરીકેની વપરાશમાં લેવાતુ પીણુ છે. વ્યક્તિને જેમને ચાનું વ્યસન છે તેને જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી મુંડ આવતો નથી વ્યક્તિ ભાગદોડ લાંબી ચર્ચાઓથી થાકીને મુંડમાં આવવા માટે ‘ચા’નો ઉપયોગ કરતા હોય છે. પણ દરેક વ્યક્તિની તાસીર સરખી હોતી નથી દીવસમાં રોજ કરતા જો વધારે ચા પીવાય જાય તો એસીડીટી સહિતની તકલીફો ઉભા થાય છે.
ચાના ધંધામાં બાળ મજુરનું દુષણ
નિર્મળનગર હિરાબજાર જેમાં આશરે ઓફીસો છે અને ઓફિસોમાં બેસેલા વ્યક્તિઓ ફોન દ્વારા ચાનો ઓર્ડર આપતા હોય છે. ત્યારે ચાના ધંધાર્થી એકલા હાથે દરેક ઓફિસોએ પંહોચી શકતા નથી ત્યારે ગરીબ ઘરનાં જરૂરીયાતમંદ છોકરાઓને ચા દેવા માટે નોકરીએ રાખતા હોય છે ભણવાની ઉંમરે ચા દેવા જતા બાળકોને રોકવા માટે સરકાર દ્વારા નિયમો પણ બનાવાયા છે પણ તંત્ર દ્વારા કડક રીતે અમલવારી કરાવાય તો આ બાળમજુરીનું દુષણ બંધ થાય.
ઁસ્ મોદી કરે છે ‘ચાય પે ચર્ચા’
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘ચા’ને ખાસ મહત્વ આપ્યુ છે. તેમના કહેવા પ્રમાણે તેઓએ પણ ચાનો ધંધો ક્રયો હતો અને કીટલી લઈને ચા દેવા જતા હતા હાલ તેઓ વડાપ્રધાન પદે છે ત્યારે પણ તેઓ ભાષણોમાં ચાનો ઉલ્લેખ કરતા હોય છે. અને દર મહિને પબ્લીક સાથે ચાય પર ચર્ચા કરીને પ્રશ્નોનો ઉકેલ લાવવા ખાત્રી આપે છે.