શહેરના રૂવાગામનાં રહેણાકી મકાનમાં ઘોઘારોડ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે રેડ કરી રૂા.દોઢ લાખનો ઉચી બ્રાન્ડનો ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જો કે રેડ દરમિયાન બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. ઇશરાણી પોલીસ સ્ટાફને કડક હાથે કામ કરવા સુચના કરતા પો.સબ.ઈન્સ. વાય.એમ.ચુડાસમા એ.એસ.આઇ એમ.એમ.મુનશી ડી.આર.ચુડાસમા હેડ કોન્સ વાય.એન.જાડેજા પો.કોન્સ. કિર્તીસિંહ રાણા ફારૂકભાઇ મહિડા ખેંગારસિંહ ગોહિલ જયેન્દ્રસિંહ ચુડાસમા મયુરસિંહ ચુડાસમા વનરાજસિંહ પરમાર સાગરદાન ગઢવી વિ. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહીડા તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ રાણાને ખાનગી બાતમી મળેલ કે રૂવા ગામ, મોરી પાન સેન્ટરવાળી ગલીમાં રહેતા જીતુભાઈ વાલજીભાઈ સોલંકીએ પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ઊતારેલ છે જે હકિકત આધારે તેના ધરે રેઇડ કરતા ઈંગ્લીસ દારૂમાં ઊંચી બ્રાંડ કહેવાતી દારૂની કુલ ૨૯ પેટીમાં કુલ નંગ-૩૪૮ જેની કુલ કિ.રૂા.૧,૫૦,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ અને રેઇડ દરમ્યાન જીતુભાઈ વાલજીભાઈ સોલંકી રહે.રૂવા ગામ નાશી ગયેલ હોય તેના વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ.