શહેરના ભાવનગર ઘોઘારોડ ઉપર બીરાજતા શીતળા માતાનો ઈતિહાસ તેના જેટલો જ ભવ્ય છે. પહેલાના સમયમાં વેપાર માટે ગાડા લઈ વેપાર અર્થે શહેરમાં જતા જ્યા આજનું રસાલા કેમ્પ છે ત્યાં ભીડભંજન આગળ ગાડાવાડ હતી. તે સમયે કોળિયાકના છગનભાઈ ગાંગજીભાઈ શાખે કાનાણી આ રસ્તે પસાર આજે જ્યાં શિતળા માતા બિરાજે છે ત્યાં ગાડા છોડી વિસામો લેતા.
આ સમયે એક પથ્થર જે અવાર નવાર નજરે પડતો તેને ખસેડતા ખસે નહી પથ્થર ત્યાનો ત્યાં જ રહેતો. છગનદાદા ત્યા બપોરે વેળાનું ભાતુ ખાય આરામ કરતાં ત્યાં તેમને સપનામાં આવતા કહેતા કે હુ શિતળા છુ આથી પ્રથમ વખત સિંદુર ચડાવી પતાશા વરીયાળી કાળી દ્રાક્ષ જેવો પ્રસાદ ચડાવી માની સ્થાપના કરી છગનલાલ દિકરા ભીખાભાઈ આચાર્ય તથા શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેમના વંસજ કાસમભાઈ કોળિયાકમાં વેપારી છે તેમના દિકરા અનાસારભાઈ કાનાણી કોળિયાક પટ્ટી પ્રેસપ્રતિનિધી છે. તેમણએ દાદાની જેમ ધાર્મિક પરંપરા જાળવી રાખી છે તે દરેક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપે છે આ શિતળા માના મંદિરે દર શ્રાવણ વદ સાતમનો મેળો ભરાય છે. તથા દર રવિવારે પણ મેળો ભરાય છે. ભાવિક ભક્તોની મોટી મેદની ઉમટે છે. અને માતાજીના દર્શનનો લાભ લે છે.