રોજ બપોરે ૨/૩૦ થી સાંજના ૧૭/૧૦ કલાક સુધી શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોસ્ટ વિભાગ દ્વારા ભાવનગરના ખોડીદાસ આર્ટ ગેલેરી મીની થીયેટર સરદારનગર ખાતે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે માન. મંત્રી દવેએ જણાવ્યુ હતું કે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો માન. પ્રધાનમંત્રીએ દિલ્હીથી શુભારંભ કરાવ્યો તે સાથે આજે અહીં ભાવનગરની ૦૫ પોસ્ટ ઓફીસોમાં આ સુવિધાનો પ્રારંભ કરાયો લોકોને પોસ્ટ વિભાગ પર આજે પણ સંપૂર્ણ વિશ્વાસ રહ્યો છે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક થકી આવનારા દિવસોમાં આર્થિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો જોવા મળશે.
સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યુ હતું કે સમગ્ર દેશની પોસ્ટ વિભાગની ૬૫૦ શાખાઓ અને ૩૨૫૦ એક્સેસ પોઈંન્ટ્સનો શુભારંભ કરવામા આવ્યો છે આ સેવામા એસએમએસ બેન્કીંગ, મીસ્ડ કોલ બેન્કીંગ, અને ફોન બેન્કીંગ જેવી સુવિધા મળશે આ પ્રકારની સુવિધાથી સમગ્ર દેશમા આર્થિક ક્ષેત્રે ક્રાંતિ આવશે કેમકે ગામડાના અભણ લોકોના પણ ઘેર બેઠા પોસ્ટમેન અંગુઠાના નિશાન અને આધારકાર્ડ મારફતે તુરંત બેન્ક ખાતુ ખોલી આપશે.
સાંસદ ડો. ભારતીબેન શિયાળનું સ્થળ પર પોસ્ટ વિભાગ દ્વારા ખાતુ ખોલી અને ક્યુ આર કાર્ડ તેમને આપવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર કીર્તીબેન દાણીધારીયા, શહેર અગ્રણી સનત મોદી, રાજુભાઈ બાંભણીયા, પોસ્ટ સુપ્રી. કુંડારા, બ્રાંચ મેનેજર મિતુલભાઈ મહેતા, વિશાલ જાદવ, એમ. કે. બી. યુનિ.ના ગીરીશભાઈ વાઘાણી,વેપારીઓ, ઉધોગપતિઓ, પોસ્ટના કર્મચારીઓ તથા આમંત્રિતો હાજર રહ્યા હતા.