બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના મહિલા સરપંચ ધનીબેન મઢવી નો પુત્ર રમેશ રૂ.૫૦.૦૦૦ ની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામેલ છે
બનાવની મળતી વિગત મુજબ રાણપુરના નાગનેશ ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટરનુ કામ ૮.૮૪.૮૦૮ નુ કરેલ હતુ.જેનુ ૨.૮૪.૨૧૩ રૂપિયાનુ બીલ મંજુર થતા બીલની રકમના ૧૮ ટકા લમસમ રૂ.૫૦.૦૦૦ ની માંગણી કરેલ હતી.મહિલા ધનીબેનનો પુત્ર રમેશ મઢવીને ૩૧.૮.૨૦૧૮ ના રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ રાણપુરમાં ત્રણ રસ્તે આવેલી રવિરાજ હોટેલ પાસે બોટાદ એસીબીએ છટકુ ગોઠવી રંગેહાથ ઝડપી લઈ ભ્ર.અધિનીયમની ૧૯૮૮ એમેન્ટ મેન્ટ.સન ૨૦૧૮ ની કલમ ૭(અ)(બ)(ક),૭ (અ)૧૨.૧૩(૧)(અ) મુજબ રમેશભાઈ મોહનભાઈ રંગાણીએ ફરીયાદ નોંધાવી છે.આ રમેશભાઈ તથા તેના પાર્ટનરે નાગનેશ ગામમાં આ ભુગર્ભ ગટરનુ કામ કરેલ હતુ.