ઘોઘા તાલુકા સંકલન બેઠકમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા લોક ઉપયોગી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેમાં ખેડૂતો અને લોકોને પોતાના હક પર તરાપ મારી ધારણા, રેલી, અનશન, સભાની મંજૂરી આપવામાં આવતી નથી, તો લોકશાહી બચાવવા પરમિશન આપવા રજૂઆત જી.એમ.ડી.સી. અને જી.પી.સી.એલ.કમ્પની દ્વારા ખની જના ખાણકામ માટે સંપાદન કરેલ ગૌચરની જમીન પરત અથવા નજીકમાં અન્ય સ્થળે નિમ કરવી, ઘોઘા મામલતદાર ઓફિસે અને પોસ્ટ ઓફિસે ઇ.સેમ્પઇંગ સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરવા, ઘોઘા મામલતદાર કચેરી ઇ-ધારા શાખા દ્વારા તગડી ગામની ગૌચર જમીન મા ખનીજ કામ માટે પાડવામાં આવેલ હકકનોધ ૧૪૨૨ પ્રમાણિત નહિ કરવા,બી.ઇ.સેલ.કંપની પડવા દ્વારા દત્તક લીધેલ ગામો, બાડી, પડવા, મલેકવદર, હોઈડળ,ગામોનો પાણી વેરો ભરવા અને કન્યાઓને સ્કોલોર શિપ છેલ્લા ૩ વર્ષથી આપવામાં આવી નથી તો તાત્કાલિક આપવા રજુવાત લોકશાહીમાં દરેકને પોતાની વાત રાખવાનો અને હક માંગવાની સ્વતંત્રતા છે ત્યારે સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ખેડૂતો અને આમ જનતાને દબાવી, ધમકાવી,હક પર તરાપ મારે છે જો આવીજ રીતે તંત્રનો દુરુપયોગ થશે તો લોકશાહી મરી પરિવારશે માટે દરેકને પોતાના હક માટે પરમિશન આપવી જોઈએ.