ભારતીય સેના મેક ઇન ઇન્ડિયા હેઠળ ૬.૫ લાખ નવી અસોલ્ટ રાઇફલો ખરીદવા માટેની તૈયારી કરી રહી છે. આવનાર કેટલાક વર્ષોમાં સેના ૧૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ કરશે. સેનાએ શુક્રવારના દિવસે એસોલ્ટ રાઇફલો ખરીદવા માટે રિકવેસ્ટ ફોર ઇન્ફોર્મેશન જારી કરવામાં આવ્યા બાદ તમામ પ્રક્રિયા શરૂ કરી .લેવામાં આવી છે.
ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની સાથે ખાનગી કંપનીઓની દ્વારા આને તૈયાર કરવામાં આવનાર છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા ૧૭૯૮ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૭૨૪૦૦ એસોલ્ટ રાઅફલ ખરીદવા માટેની તૈયારીને લીલીઝંડી આપવામાં આવી હતી.
સરહદી ચોકી પર તૈનાત જવાનોને વધુ સુવિધાના ભાગરૂપે આ રાઇફલો ખરીદવામાં આવનાર છે.