એશિયન ગેમ્સમાં ભારતનો જોરદાર દેખાવ આજે ૧૪માં દિવસે પણ જારી રહ્યો હતો. ભારતે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૨-૧થી હરાવીને એશિયન પુરૂષ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એશિયન ગેમ્સમાં ભારતે જોરદાર દેખાવ કરીને હજુ સુધી ૬૯ ચંદ્રકો જીત્યા છે.