રૂ. ૧૦૦ની  નવી નોટ જાહેર

1404

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના સ્ટાફ માટે રૂ. ૧૦૦ની નવી નોટ જારી કરી છે અને તેથી નવી નોટ હવે બજારમાં આવી ગઇ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાએ પણ નવી નોટની કરન્સી બેન્કને મોકલી આપી છે, જોકે સ્ટેટ બેન્કના સ્ટાફમાં હજુ સુધી આ નવી નોટનું વિતરણ કરવામાં આવ્યું નથી.આરબીઆઇ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તેના સ્ટાફમાં રૂ. ૧૦૦ની નવી નોટોના બંડલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એસબીઆઇની કરન્સી ચેસ્ટમાં રૂ. ૧૦૦ની નવી નોટો મોકલાયા બાદ હવે એસબીઆઇએ અન્ય બેન્કોને રૂ. ૧૦૦ની નવી નોટો મોકલવાનું શરૂ કરી દીધું છે. રૂ. ૧૦૦ની નવી નોટમાં પાછળના ભાગમાં યુનેસ્કોની વિશ્વ સ્મારકની યાદી છે જેમાં ગુજરાતની પાટણ સ્થિત રાણકી વાવ પણ દેખાય છે.

 

Previous articleમેક ઇન ઇન્ડિયા હેઠળ સેના ૬.૫ લાખ રાઇફલ મેળવશે
Next articleએશિયન ગેમ્સ : હોકીમાં પાકિસ્તાન ઉપર ભારતની ૨-૧થી જીત