જસ્ટિસ રંજન ગોગોઇ સુપ્રીમ કોર્ટના આગળના મુખ્ય ન્યાયાધીશ હશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા તેમના નામની ભલામણ મોકલશે.
નિયમ પ્રમાણે સૌથી વરિષ્ઠ જજ મુખ્ય ન્યાયાધીશ હોય છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રંજન ગોગોઇ ૩ ઑક્ટોબરના રોજ શપથ લેશે.જસ્ટિસ રંજન ગોગોઇને દેશના આગળના મુખ્ય ન્યાયધીશ બનવાનું મનાય રહ્યું હતું. ઇન્ડિયા લીગલના મતે કાયદા મંત્રાલયે પ્રોટોકોલની અંતર્ગત જસ્ટિસ દીપક મિશ્રાએ પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર જસ્ટિસ દીપક મિશ્રા બે સપ્ટેમ્બરના રોજ પોતાનો પત્ર મંત્રાલયને મોકલી શકે છે. હાલના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બે ઑક્ટોબરના રોજ રિટાયર થઇ રહ્યાં છે.પરંપરા પ્રમાણે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજને ચીફ જસ્ટિસ બનાવામાં આવે છે અને સિનિયોરિટી પ્રમાણે જસ્ટિસ ગોગોઇ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બાદ સૌથી ઉપર છે.