દામનગર શહેરના પાણી અંગે સૌની યોજના લિંક ચારના વાલ્વ દ્વારા લાઠી તાલુકાની ગાગડીયાનો સમાવેશ કરાયો સાથે શેત્રુજીને પણ લિંક ચાર દ્વારા સૌની યોજનામાં સમાવિષ્ટ કરી દામનગરથી માત્ર સાતથી આઠ કીમી દૂરથી બંને લાઈનો નીકળી રહી છે ત્યારે દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોને કેમ અન્યાય ? તાજેતરમાં જ ખાનગી ઈજનેર રાખીને સર્વે કરાવનાર સુરત સ્થિત સંસ્થા પરમાર્થ દ્વારા ગુજરાત સરકારના મંત્રી નાનુંભાઈ વાનાણીને રૂબરૂ મળી સંસ્થાના અગ્રણી ધીરૂભાઈ નારોલા,ખીમજીભાઈ નારોલા, ધરમશીભાઈ નારોલા, ઈશ્વરભાઈ નારોલા સહિતનાઓ દ્વારા દામનગર શહેર માટે કૃષ્ણગઢ લુવરિયાથી વ્યર્થ વહી જતું પાણી દામનગર શહેરને મળે તે માટે પરમાર્થ પરિવાર સુરત દ્વારા બજેટ વ્યવસ્થા પણ જાતે ઉપાડવાની તૈયારી દર્શાવી તેમ છતાં દામનગરને આટલો અન્યાય કેમ ? કૃષ્ણગઢ લુવરિયાથી ગ્રામ્ય વિસ્તારો આસોદર ઈગોરલા હાવતડ થઈ દામનગર પાણી પહોચડવાની જવાબદારી પરમાર્થ પરિવારની ખાનગી સર્વે ખાનગી સંસ્થા ખર્ચ તેમ છતાં સરકારનું વલણ હકારાત્મક કેમ નહિ દામનગરના પાણી પ્રશ્ને આટલો અન્યાય કેમ ? વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર આ અંગે યોગ્ય ન્યાય નિર્ણય નહિ કરે તો સંસ્થા દ્વારા મતદાન બહિષ્કાર કરાશે તેમ સંસ્થાના ધીરૂભાઈ નારોલા, અલ્પેશભાઈ બોખા, ખીમજીભાઈ નારોલા, ઈશ્વરભાઈ નારોલા, ધરમશીભાઈ નારોલા સહિતના હોદેદારો દ્વારા દામનગર ખાતે તાજેતરમાં અંગે એક જાહેર મીટીંગ બોલાવી દામનગરને પાણી પ્રશ્ને થતા અન્યાય અંગે જાગૃત કરી સરકાર ની ઈચ્છા શક્તિ અંગે વિગતો આપી હતી.