2019 જેમ-જેમ નજીક આવી રહ્યું છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. તમામ પાર્ટીઓ જનતાનું મન જાણવા માટે કોશિસ કરી રહી છે. આ કોશિસમાં રાજકારણના રણનીતિકાર પ્રશાંત કિશોરની સંસ્થા I-PAC (ઈન્ડીયન પોલિટિકલ એક્શન કમિટી)એ એક ઓનલાઈન સર્વે કર્યો છે. સર્વે દરમ્યાન 712 જીલ્લાના 57 લાખ લોકો સાથે વાત કરવામાં આવી. આ સર્વે લગભગ 55 દિવસ સુધી ચાલ્યો. લોકો સામે 923 નેતાઓ વિશે વાત કરવામાં આવી.
આ સર્વેમાં સૌથી પસંદગીના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા. તેમને 48 ટકા લોકોએ પસંદ કર્યા. જ્યારે બીજા નંબર પર 11 ટકા રાહુલ ગાંધી છે. આ હિસાબે જોઈએ તો, રાહુલ ગાંધીના મુકાબલે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા 400 ટકા વધારે છે.
સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે, તે કયા નેતા છે દેશના એજન્ડાને આગળ લઈ જઈ શકે છે. આ સર્વેના પરિણામ આવ્યા બાદ બીજેપીને કોંગ્રેસ પર હુમલો કરવાનો ફરી મોકો મળી ગયો.
I-PACના ઓનલાઈન સર્વેમાં પીએમ મોદી 48 ટકા સાથે સૌથી આગળ છે. બીજા નંબર પર 11 ટકા સાઓથે રાહુલ ગાંધી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 9.3 ટકા, અખિલેશ યાદવને 7 ટકા, મમતા બેનરજીને 4.2 ટકા અને માયાવતીને 3.1 ટકા લોકોએ પસંદ કર્યા છે.