રાજસ્થાનના જોધપુરમાં મંગળવાર સવારે એક મોટી દૂર્ઘટના બની છે. અહીંયા વાયુસેનાના MiG 27 ફાઇટર પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ ઘટના દરમિયાન વિમાન આખેઆખું બળીને ખાક થઇ ગયું છે.
આ દૂર્ઘટના જોધપુરના દેવલિયા ગામમાં થઇ છે. આ ઘટનાની જાણ થતા સેનાના જવાન સ્થળે પહોંચવા લાગ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે પાયલોટ સુરક્ષિત છે.
જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું હતું તે આખો મેદાન વિસ્તાર છે. દૂર્ઘટના થતાની સાથે જ ત્યાં સ્થાનિક ગામ લોકોની ભીડ થઇ હતી. સદનસીબે આ વિમાન જ્યાં ઇજાગ્રસ્ત થયું ત્યાં મેદાન હોવાને કારણે કોઇ મોટું નુકસાન થયું નથી.