મધ્યપ્રદેશના ગ્લાલિયરમાં આજે કથિત જાતીઓની લગભગ એક ડઝન સંસ્થા SC/ST સંશોધનના કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની તૈયારીમાં છે. તેમનું કહેવું છે કે, આ વધી રહેલા અસંતોષને દેખાડવા માટે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન છે.
તમને જણાવી દઈએ કે, 2 એપ્રિલે આ વિસ્તારમાં દલિત મહાબંધનું આહ્વાહન કરવામાં આવ્યું હતું, જેના કારણે આઠ લોકોના જીવ ગયા હતા, અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તંત્રને એ વાતની ચિંતા છે કે, જો SC/ST યુવાનો આનો વિરોધ કરે છે તો તણાવ વધી શકે છે.
SC/ST એક્ટના વિરોધમાં મધ્ય પ્રદેશમાં સવર્ણોના આંદોલનને જોઈ શિવપુરી જીલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે, જે 6 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સિવાય સોશિયલ મીડિયા પર આપત્તિજનક કોમેન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે.
સુપ્રીમકોર્ટના આદેશના વિરોધમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા SC/ST એક્ટને લઈ ગ્વાલિયર-ચંબલ સંભાગમાં વિરોધ પ્રદર્શન વધી રહ્યું છે. આ અંતર્ગત મધ્યપ્રદેશમાં કેટલીએ જગ્યા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અને કેટલાએ સવર્ણ સંગઠનોએ આંદોલનને લઈ પહેલાથી જ ચેતાવણી જાહેર કરી હતી.