રિતિક રોશન અને ટાઇગરની ફિલ્મ આજે ફ્લોર પર જશે

1160

ટોચના અભિનેતા રિતિક રોશન અને રિતિકને પોતાનો આદર્શ માનતા ઊભરતા અભિનેતા ટાઇગર શ્રોફને પહેલીવાર સાથે ચમકાવતી અનટાઇટલ્ડ ફિલ્મ બુધવારે પાંચમી સપ્ટેંબરે ફ્લોર પર જશે એવી જાણકારી મલી હતી.

ફિલ્મ સર્જક સિદ્ધાર્થ આનંદ આ બંનેને પહેલીવાર સાથે ચમકાવી રહ્યા છે. અત્યારે માત્ર એટલી માહિતી આપવામાં આવી હતી કે આ બંને એક્શન સ્ટાર્સને પહેલીવાર અગાઉ કદી જોવા ન  મળી હોય એવી એક્શનથી ભરપુર આ ફિલ્મ હશે. ઔઆ ફિલ્મ બુધવાર પાંચમી સપ્ટેંબરે ફ્લોર પર જઇ રહી છે. સિદ્ધાર્થ આનંદે વિશ્વના કેટલાંક એવાં લોકેશનો શોધ્યાં છે જે અગાઉ ભાગ્યેજ કોઇ ફિલ્મમાં દેખાયાં હશે એવું પણ કહેવાય છે. છ દેશોનાં ૧૪ લોકેશનો પસંદ કરાયાં છે.

સિદ્ધાર્થે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ ંહતું કે આ ફિલ્મના એક્શન શોટ્‌સ માટે ટાઇગરે બે મહિના સુધી આકરી તાલીમ લીધી હતી. પરદા પર એની એન્ટ્રીજ એવાી જોરદાર હશે કે દર્શકો લાંબા સમય સુધી એ ભૂલી નહીં શકે. આ ફિલ્મમાં વાણી કપૂર હીરોઇન તરીકે ચમકી રહી છે. સમયસર ફિલ્મ શરૃ કરીને સમયસર પૂરી કર્યા બાદ સિદ્ધાર્થ આ ફિલ્મ ૨૦૨૦ના ઓક્ટોબરની બીજીએ રજૂ કરવાની ખ્વાહિશ ધરાવે છે.

Previous article૨૧ વર્ષ બાદ સંજય દત્ત સાથે માધુરીએ શૂટ કર્યો સીન!
Next articleઅર્જુન રામપાલે એકસાથે ચાર ફિલ્મ સાઇન કરી