કેરળ પૂર પીડિતોની મદદ આવ્યા એ.આર.રહેમાન : ૧ કરોડનું દાન આપ્યું

1310

કેરળમાં આ વખતે આવેલ ભયાનક પૂરે સંપૂર્ણ રીતે તબાહી મચાવી દીધી છે પરંતુ મુશ્કેલીના આ સમયે સમગ્રે દેશ એક સાથે કેરળની પડખે ઉભેલો નજર આવી રહ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ કેરળની મદદ માટે જમવાનું, કપડા, દવાઓ સાથે કેટલાક કલાકારોએ તો ત્યાં પહોંચીને પોતે સેવા કરી રહ્યા છે. હાલમાં જ કેરળને મદદ કરવામાં વધુ એક નામ ઉમેરાયુ છે અને તે છે બોલિવૂડના પ્રખ્યાત મ્યૂઝિક કમ્પોઝર એ.આર રહેમાન છે.

એ.આર રહેમાનએ આ પૂર પીડિતો માટે કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧ કરોડ રૂપિયાની રકમ દાન કરી છે. તેમણે એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે,જેમાં તેઓ પોતાની સંપૂર્ણ ટીમ સાથે એક મોટા ચેક સાથે નજર આવી રહ્યા છે. તેમણે ટ્‌વીટ કરી લખ્યું છે,’કેરળના આપણા ભાઇ-બહેનો માટે હું અને મારા આર્ટિસ્ટ સાથી અમેરિકા પહોંચ્યા. આશા છે કે આ નાની મદદથી તમને થોડી રાહત મળશે.’

તેમણે વૉશિંગટનમાં પોતાના કૉન્સર્ટ સો બાદ આ જાહેરાત કરી છે. રહેમાન સિવાય અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, રણદીપ હુડ્ડા, મમૂટી, મોહનલાલ, કરણ જોહર, વરૂણ ધવન, ચિત્રાંગદા સિંહ, શાહરૂખ ખાન, જૈકલિન ફર્નાન્ડિઝ, પ્રિયદર્શન, શાહિદ કપૂર, આલિયા ભટ્ટ જેવા ઘણા સ્ટાર્સે કેરળના પૂર પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે. હાલમાં જ ખબર આવી છે કે બાહુબલી એક્ટર પ્રભાસે પણ કેરળના પૂર પીડિતો માટે ૧ કરોડની રકમ દાન કરી છે.

Previous articleSC/ST એક્ટના વિરોધમાં સવર્ણોનું આજે વિરોધ પ્રદર્શન
Next article૨૧ વર્ષ બાદ સંજય દત્ત સાથે માધુરીએ શૂટ કર્યો સીન!