ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા દ્વારા અનેકવિધ આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે રેડક્રોસની સેવામાં વધુ એક વધારો કરી જરૂરીયાતમંદો સુધી ગુણવત્તાસભર અને રાહતદરની સેવાઓ આપવા માટે ભાનવગર પુર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે તથા રેડક્રોસની ગ્રાન્ટમાંથી રેડક્રોસ ખાતે રાહતદરની અદ્યતન લેબોરેટરીના સાધનોનું લોકાર્પણ તેમજ રેડક્રોસ ખાતે નવી શરૂ કરાયેલ એડમીનીસ્ટ્રેટીવ ઓફિસનું ઉદ્દઘાટન વિભાવરીબેન દવે તથા પ્રતાપભાઈ શાહ, મનજીભાઈ તથા રમણીકભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. હવેથી નિયમિત લોહી, પેશાબના તથા જરૂરી તમામ રીપોર્ટો એકદમ રાહતદરે આ લેબોરેટરીમાં કરી આપવામાં આવશે. આ સાથે રેડક્રોસની પ્રવૃતિના વાર્ષિક અહેવાલનું વિમોચન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. મીલનભાઈ દવે, વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠકકર, સેક્રેટરી વર્ષાબેન લાલાણી, ટ્રેઝરર ભારતીબેન ગાંધી, ડો. યોગેશભાઈ ઉપાધ્યાય, પરેશભાઈ ભટ્ટી, ડો. કાર્તિકભાઈ દવે તથા કારોબારી સદસ્યો તથા રેડક્રોસ સોસાયટીના વોલેન્ટીયર્સ વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.