કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બિજનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) કોલેજ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ પર કડી યુનીવર્સીટી દ્વારા યોજાનાર સંયુક્ત શિક્ષક દિવસ ની પૂર્વે કોલેજ ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરી હતી.
વર્ષપર્યંત વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃતિઓ થાય છે. જેમાં કોલેજ ના ત્રણે વર્ષના કુલ ૧૦૮ વિદ્યાર્થીઓ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક શિક્ષક,વહીવટી અધિકારી તેમજ આચાર્ય,ઉપાચાર્યની ભૂમિકા ભજવી હતી. ભારતીય સંસ્કૃતિ માં આપણે ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરુવંદના થકી ગુરુજનો ને યાદ કરી એ છીએ ત્યારે શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ પોતાના આદર્શ શિક્ષક ને યાદ કરી તેના જેવી ભૂમિકા ભજવવા સાદર પ્રયત્ન કરે છે.
સાંપ્રત સમય માં જયારે ભારતીય સંસ્કૃતિ પર અનેક રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિ ની અસરો વર્તાઈ રહી છે. તેમજ અત્યાધુનિક સમય ૨૧મી સદી ના વાતાવરણ માં વિદ્યાર્થીઓને આપણી પરંપરાઓ થી અવગત કરવા આવશ્યક છે.
આથી બીબીએ કોલેજ વિદ્યાર્થીઓને શિક્ષકદિન ની ઉજવણી કરી વિદ્યાર્થીઓ ને શિક્ષક નું જીવન માં મહત્વ સમજાય.તેમજ શિક્ષક ની ભૂમિકા કેટલી પડકારજનક છે. તે સમજાય. ભાગ લેનાર વિદ્યાર્થીઓ જે વિષય ભણાવવાનો છે. તેની તૈયારીમાં લાગી ગયા હતા. અને ઘણા વિદ્યાર્થીઓ એ પોતાના વિષય ને પુરતો ન્યાય આપ્યો હતો. તેમજ ઘણા ને હજી સુધાર કરવા ની પ્રેરણા મળી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે વિદ્યાર્થીઓ એ તેમના સાથી મિત્રો ને સહકાર આપી શાંતિ થી તેઓ ની પાસે સામાન્ય દિવસ ની જેમ વર્ગખંડ માં ભણ્યા. તે તેઓની ગંભીરતા તેમજ શિસ્ત નીં પરિચાયક બાબત છે.
કોલેજના આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ સાહેબ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આજનો દિવસ મહત્વ સમજાવ્યું હતું. શિક્ષક ની ભૂમિકા ભજવી ને અનુભવેલ પડકારો ને જીવનપર્યંત યાદ રાખી સમાજ તેમજ શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રેરણા આપી હતી.તેમજ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
ઉપાચાર્ય ડો.જયેશતન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને શિક્ષક ની સમાજ માં ભૂમિકા તેમજ શિક્ષક ફક્ત વ્યવસાયિક રીતે નહિ વિદ્યાર્થી ના શ્રેષ્ઠ નાગરિક થકી સમાજ ના ઘડવૈયા તરીકે ની ભૂમિકા ભજવે છે, જે બાબતે વિદ્યાર્થીઓ ને સમજાવ્યું હતું. અને શિક્ષણજગત માં વ્યવસાયિક તરીકે જોડવા વિડ્યાર્હીઓ ને ઇજન આપ્યું હતું. કોલેજ તરફ થી ડો.નીરવ જોશી તેમજ પ્રો. શીતલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આજના સમગ્ર કાર્યક્રમ માં સંચાલન તેમજ આંતરિક મેનેજમેન્ટ નું તમામ કાર્ય વિદ્યાર્થીઓ એ કર્યું હતું. શિક્ષક મિત્રો તેમના માર્ગદર્શક ની ભૂમિકા માં હતા. જેથી કોલેજ માં અનેરું વાતાવરણ સ્થાપિત થયું હતું.
વિદ્યાર્થીઓ ની તૈયારી ઉડીને આંખે વળગે તેવી હતી. વિદ્યાર્થી આચાર્ય તરીકે સાનિધ્ય ચૌધરી તેમજ વિદ્યાર્થી ઉપાચાર્ય તરીકે ધરાંગી પટેલ તેમજ હની પટેલ પસંદગી પામ્યા હતા. જેમણે મુખ્યત્વે આજની જવાબદારી વિદ્યાર્થીઓ તરફે સંભાળી હતી. તેમજ આજના શ્રેષ્ઠ પ્રથમ તમજ દ્વિતીય શિક્ષક તરીકે પસંદગી પામેલ વિદ્યાર્થીઓ અનુક્રમે સેમેસ્ટર પ્રમાણે અહી સેમ-૫, હની વ્યાસ ,તરુણ જોધવાની,સેમ-૩,પટેલમાધવી,આકાશ સતાસિયા અને સેમ-૧ જાડેજા બ્રિજરાજસિંહ, હેતવી સંઘવી હતા. જેઓ ને ઉમદા ભૂમિકા ભજવવા બદલ કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છે.