ગાંધીનગરમાં સેક્ટર ૧૯ ખાતે ટેરોટ કાર્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

1654

ગાંધીનગરમાં સર્વ પ્રથમ વખત ટેરોટ કાર્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી જીમ ખાના સેક્ટર ૧૯ ખાતે આયોજિત આ સેમિનારમાં ગાંધીનગરના ટેરો કાર્ડ વિશે જાણવા માગતા લોકો એ ઉત્સાહ પૂરો ભાગ લીધો હતો.

ટેરોટ કાર્ડ પરત્વે લોકોના મગજમાં ઘણા વિચારો આવતા હોય છે પરંતુ આ સેમિનારમાં  ટેરો કાર્ડ એક મેજીક છે  જેને કોઈપણ વ્યક્તિ શીખી શકે છે વી સમજ આપવામાં આવી હતી.  આ પ્રસંગે ગાંધીનગર શહેરના એકમાત્ર  ટેરો કાર્ડ રિડર પ્રીતિ ગડકરીએ જણાવ્યું હતું કે ટેરોટ કાર્ડ થી વર્તમાનમાં  ચાલનારી ઘટનાઓને સરળતાથી સમજી શકાય છે અને જેના આધારે આવનારા સમયમાં એક સુવ્યવસ્થિત આયોજન કરી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે  ગાંધીનગરમાં સેમિનારનું આયોજન પ્રથમ વખત કરવા છતાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે જેને લઇને આગામી સમયમાં પણ અવારનવાર ટેરો કાર્ડ સેમિનારનું આયોજન કરવામાં આવશે.  ટેરો કાર્ડ રિડર પોતાની તેમજ અન્ય ની સેવા  કરી શકે છે અને આર્થિક ઉપાર્જન પણ કરી શકે છે.

આ પ્રસંગે અમદાવાદથી ખાસ પધારેલા ટેરોકાર્ડ રીડર શ્વેતા ખત્રીના જણાવ્યા પ્રમાણે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મેડિટેશન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.  મેડિટેશન દ્વારા સુષુપ્ત મનને જાગૃત અવસ્થામાં લાવી ધારેલાં પરિણામો લાવી શકો છો.  સેમિનાર ના અંતે હાજર સૌ  ના પ્રશ્ન જવાબ આપવામાં આવ્યા હતા અને ટેરો કાર્ડ થી પોતાના જીવનમાં કેવો બદલાવ આવ્યો તે વિશે પોતાના અનુભવો  કહ્યા હતા.

Previous articleઆત્મન ફાઉન્ડેશન અને ઉદગમ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન
Next articleસાબરકાંઠાના પોલીસ દમનનો પડઘો ઊંઝામાં પડ્‌યો, અનોખી રીતે કરાયો વિરોધ