યુએઈના સૌથી વિશાળ કોન્ગ્લોમરેટ દાનુબે ગ્રૂપ માને છે કે ભારતીયો માટે ઓન અરાઈવલ વિઝાની ઓફર અને વિદેશી રોકાણકારો માટે ૧૦ વર્ષ માટેની વધારવામાં આવેલી રેસિડન્સી પરમિટના લીધે વેગવંતા અર્થતંત્રમાં રોકાણોને પ્રોત્સાહન મળશે. ભારતીય નાગરિકોએ દુબઈના રિયલ એસ્ટેટમાં સૌથી વિશાળ ફોરેન ઈન્વેસ્ટર ગ્રૂપ સર્જ્યુ છે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં ૮૩.૬૫ બિલિયન દિરહામની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હોવાનું દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (ડીએલડી)ના આંકડાઓ દ્વારા જાણવા મળ્યું છે.
દાનુબે ગ્રૂપના સ્થાપક અને ચેરમેન રિઝવાન સાજને કહ્યું હતું, ‘ભારતીય નાગરિકો દુબઈમાં સૌથી મોટી એકમાત્ર વિદેશી જનસંખ્યા છે, ત્યારે સરકારનો અંદાજ છે કે યુએઈ અને ભારત વચ્ચેને વ્યાપાર વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૦૦ બિલિયન ડોલરનો થશે. યુએઈ કેબિનેટના હાલના બે નિર્ણયો જેમકે વિદેશી રોકાણકારો,યોગ્યતાપ્રાપ્ત પ્રોફેશનલ્સ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ૧૦ વર્ષ સુધી રેસિડન્સી પરમિટ વધારવી અને પ્રાઈવેટ કંપનીઓની ૧૦૦ ટકા ફોરેન ઓનરશીપ આપવાના લીધે દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટું રોકાણ અપેક્ષિત છે.
તેમણે કહ્યું હતું, ‘આ ઉપરાંત યોગ્ય સમયે યોગ્ય મિલકત્ત ખરીદવી એ લાંબા ગાળાનું ઘણું ચતુરાઈપૂર્વકનું રોકાણ બની શકે છે અને મારા પર વિશ્વાસ કરો કે યુએઈના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરવાનો આ આદર્શ સમય છે કેમકે યુએઈ સરકારે વેટ લિસ્ટમાંથી રિયલ એસ્ટેટ સેક્ટરને બાકાત રાખ્યું છે. માત્ર હોસ્પિટલો સિવાયના કમર્શિયલ સ્પેસીસનો વેટમાં સમાવેશ થયો છે. પ્રોપર્ટીઝની કિંમતો ઘટી છે અને દુબઈ એક્સ્પો ૨૦૨૦ના લીધે માગમાં ઘણો વધારો થઈ શકે છે અને એટલું જ નહીં યુએઈ ઉત્કૃષ્ટ આરઓઆઈ સાથે સૌથી આકર્ષક રોકાણ માટેનું સુરક્ષિત માર્કેટ છે તેથી પણ માગ વધી શકે છે.