બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરના કારણે વાહન ચાલકો પરેશાન ચોમાસાના સમયમાં રસ્તાઓ પર રખડતા ઢોર બેસી જતા અનેકવાર સર્જાય છે નાના મોટા અકસ્માતો . નગરપાલિકા ના સતા ધીસો ને શું આ રખડતા ઢોર દેખાય છે કે કેમ તેવા અનેક પ્રશ્નો ઉદભવે છે .
બોટાદ શહરેમાં છેલા ઘણા સમયથી રખડતા ઢોર નો તરસ વધી ગયો છે. રાહદારીઓ તેમજ વાહન ચાલકોને રખડતા ઢોર અડફેટેલે છે ત્યારે નાની મોટી ઈજાઓ થવા પામે છે .ત્યારે આ રખડતા ઢોર ને વહેલી તકે ખસેડવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે ત્યારે જો બોટાદ શહેર ની વાત કરવામાં આવે તો બોટાદ શહેરના પાળીયાદ રોડ , એસટી ડેપો ,હવેલી ચોક ,ટાવર રોડ ,સહિતના મુખ્ય માર્ગો પર રખડતા ઢોર રોડ પર બેસતા જોવા મળે છે .તો બીજી તરફ પાળીયાદ રોડ પર તો જાણે રખડતા ઢોર ની અડીગો જામી ગયો હોય તેમ લાગે છે . એક બાજુ બોટાદ શહેરમાં ટ્રાફિક નો પ્રશ્ન અને બીજી બાજુ બોટાદમાં રખડતા ઢોર નો પ્રશ્ન આખરે ક્યારે હલ થશે . બોટાદ શહેરમાં ટાવર પર એક બાજુ મુખ્ય શાકમાર્કેટ આવેલ છે જેને લઈ રોજ મોટી સખ્યામાં લોકો ખરીદી માટે આવે છે /ત્યારે આ રખડતા ઢોર ના કારણે લોકો ખુબજ હેરાન પરેશાન થાય છે .આ રખડતા ઢોરના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે .જેના કારણે રાહદારીઓ અને વહન ચાલકોને ઈજાઓ પણ થવા પામી છે .ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા રોડ પર અડીગો જમાવી બેઠેલા આ ઢોર ને દુર કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું કે પછી આમને આમ રખડતા ઢોર ને રોડ પર બેસી દેવા દેશે .