પાટીદાર અનામત આંદોલન સમિતિના રેશ્મા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાતા પાટીદારોમાં રોષ ફેલાયો છે. ઠેર-ઠેર પૂતળાદહન સહિતના કાર્યક્રમો થકી તેઓનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે પાસ કાર્યકરો દ્વારા સિહોર તાલુકાના ટાણા ગામે બન્નેના પૂતળાદહન કરાયા બાદ આજે પાલીતાણાના નોંઘણવદર ગામે પાસ કાર્યકરો દ્વારા રેશ્મા પટેલ અને વરૂણ પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.