સિહોરમાં ઠેર-ઠેર જન્માષ્ટમીની ઉજવણી

926

સિહોરમા ઠેર-ઠેર ક્રિષ્ના જન્માષ્ટમીની ઉજવણી સાથે મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા. ગોવાળ ગ્રુપ આયોજિત જનમાષટમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે ગોવાળ ગ્રુપના સભ્યો એક સરખા ડ્રેસ પહેરીને રમજટ બોલાવી હતી. જય રણછોડ માખણ ચોર, નંદ ઘેર આનંદ ભર્યોના નાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાડિયા ચોક ખાતે તેમજ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, શિવશક્તિ સોસાયટીમાં પણ મટકીફોડના કાર્યક્રમો કરવામાં આવેલ સાથે સાથે સિહોર નજીકના નેસડા ખાતે પણ ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવેલ. મોડીરાત્રે આરતી, પ્રસાદ સહિતના આયોજનથી સિહોર કૃષ્ણમય બન્યું હતું  સિહોર પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Previous articleસિહોર કોંગ્રેસ દ્વારા પાણીનું વિતરણ
Next articleપાર્થેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની થતી ઉજવણી