પાર્થેશ્વર મહાદેવ મંદિર રર વર્ષથી બનેલું છે. પાર્થ સોસાયટી તથા આજુબાજુની સોસાયટીમાંથી દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. મંદિરમાં શ્રાવણ માસ દરરોજ દિપમાળ કરવામાં આવે છે. રાત્રે રામદરબાર, રૂદ્રાભિષેક તથા જન્માષ્ટમી-રામનવમી, શિવરાત્રિ જેવા તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેમાં પાર્થ સત્સંગ મહિલા મંડળનું આર્થિક અને સેવાકિય યોગદાન મહત્વપૂર્ણ છે તેમજ મંદિરના સેવકો અને રામભાઈ પુજારી તથા પરેશભાઈ તથા ભગીરથસિંહ વિગેરે ખૂબ જ ધાર્મિક ક્રિયામાં જહેમત ઉઠાવી રહ્યાં છે.