શુક્રવારે જાળીયામાં પંચ મહાયાગ પુર્ણાહુતી થશે

967

વિશ્વાનંદ માતાજીના સંકલ્પ સાથે શિવકુંજ આશ્રમમાં શ્રાવણ માસ દરમિયાન ગણેશયાગ, વિષ્ણુયાગ, મહારૂદ્રયાગ, નવચંડીયાગ, મહાકાલભૈરવ યાગ એમ પંચમહાયગનું આયોજન થયું જેની પુર્ણાહુતી અમાસે થનાર છે.

હાલમાં મહાકાલભૈરવયાગ શ્રાવણ વદ સોમવારથી પ્રારંભ થયો છે. જેની પુર્ણાહુતી શ્રવણ વદ-૧૧ (સાડી અગીયાશ)ના દિવસે પૂર્ણાહુતી થશે. આ પાંચેય યજ્ઞોનું સમર્થન કરવામાં આવશે. જેની વિધી અમાસે થશે. બગદાણા ગુરૂ આશ્રમના મનજી બાપાના માર્ગદર્શન સાથે શિવકુજ આશ્રમ જાનીયામાં સંતો-મહંતો મહાનુભાવોનું સાનિધ્ય રહેવા પામ્યું છે.

પંચમહાયાગ પુર્ણાહુતી બાદ વિશ્વકલ્યાણ અર્થે  શ્રાવણ વદ-૧૪ શનિવારે સદગુરૂ મહાપુજન થશે. શ્રાવણ વદ-૩૦ અમાસે સવારે અહીંયા બીરાજતા સોમનાથ મહાદેવ લઘુરૂદ્ર અભિષેક કરવામાં આવશે.  દિવસે બપોર પછી પંચમહાયાગની પુર્ણાહુતી વિધી થનાર છે. વિશ્વાનંદ માતાજીએ જાળીયા શિવકુંજ આશ્રમમાં સૌપ્રથમવાર આ પાંચ પાંચ મહાયજ્ઞો છે.

Previous articleપાર્થેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની થતી ઉજવણી
Next articleસિહોર ન.પા. દ્વારા ગૌતમેશ્વરે લોકમેળો યોજાયો