સિહોરની શાન સમાં અને કુદરતી સૌદર્યનો આલહાદક નજારાનું પ્રતીક એવા ગૌતમેશ્વર મહાદેવ કે જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે વર્ષો પહેલા સિહોર નગર સમીપે ગૌતમઋષિ આ સ્થળ પર તપસ્યા માટે આવી તપ કરવા લાગ્યા હતા ત્યારે આ ડુંગરની ગિરિમાળા નજીક એક રાફડા પાસે ગાય ઉભી રહી રોજે રોજ આ રાફડા પાસે પોતાનું દૂધ વહાવી રહી હતી ત્યારે ગૌતમઋષિ ને લાગ્યુ કે અહીં કોઈ ને કોઈ દેવતાં નો વાસ હોવો જોઈએ ત્યારે આ સ્થળ પર રાફડા ની માટી દૂર કરી જોતા જ શિવલીંગ જોવા મળ્યું હતું ત્યારે ગોકુળ આઠમ ના દિવસે આ ગૌતમઋષિ દ્વારા સ્વયંભૂ ભગવાન ભોળાનાથ ની પૂજા અર્ચન કર્યા હતા,ત્યારે ગૌતમઋષિ દ્વારા સ્વયંભૂ ભોળાનાથ ને તે જ જગ્યાએ પર સ્થાપિત કર્યા ત્યારથી ગૌતમેશ્વર મહાદેવ નામ પડ્યું હતું. આ સ્થળ પર દર ગોકુળ આઠમ ના દિવસે લોકમેળો યોજાય છે જીલ્લા નહિ પણ સમગ્ર ગુજરાત મા ગૌતમેશ્વર મહાદેવ નામથી જ પ્રસિધ્ધ છે અહીં મહાદેવ ના મંદીર નજીક ગૌતમેશ્વર તળાવ પણ આવ્યું છે ડુંગર ની ગોદ મા બીરાજમાન ગૌતમેશ્વર મહાદેવ ના મેળાનું આયોજન સિહોર નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે આ લોકમેળામાં સિહોર સહિત જિલ્લા માંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેછે અને દર્શન નો લાભ લે છે આ મેળા મા વિવિધ ખાણીપિણી તથા રમકડાં ના સ્ટોલો લાગે છે આખા વર્ષ દરમિયાન જ્યારે પણ અહીં દર્શન માટે ભક્તો આવે ત્યારે કોઈ પ્રસાદ લીધા વગર જતુ નથી તેમાં પણ ખાસ શ્રાવણ માસ મા ફરાળ ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મેળા દરમિયાન પણ હજારોની સંખ્યામાં આવતા ભક્તજનો માટે પણ સવારથીજ પ્રસાદ વ્યવસ્થા ગોઠવવા મા આવેછે અને સાંજે ગૌતમેશ્વર મહાદેવ ની આરતી સમયે ભકતજનો ની વિશાળ ઉપસ્થિતિમાં પ.પૂ.મહામન્ડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદ મહારાજ ના પરિવાર દ્વારા ઢોલ નગારાં ના તાલ સાથે આરતી થાય છે. આ લોકમેળા મા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિહોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.