ભાવનગર નાગરિક સહકારી બેંકની ૮ સામાન્ય, ર મહિલા અનામત અને ૧ અનુસુચિત જાતી- જન જાતી માટેની મળી કુલ ૧૧ બેઠકોની થનારી ચૂંટણીમાં જીતુ ઉપાધ્યાયની વીકાસ પેનલને એક બેઠક બિનહરીફ મળી જતા આ પેનલે ખાતુ ખોલાવ્યું છે, એસ.સી.એસ.ટી. બેઠક માટે આ પેનલના નિરૂબહેન પડાયાનું એકમાત્ર ઉમેદવારી ફોર્મ ભરાતા અને ચકાસણીના અંતે તે માન્ય રહેતા નિરૂબહેન પડાયા નાગરિક બેંકના ડિરેકટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા જીતુ ઉપાધ્યાય અને તેમની પેનલના અન્ય ઉમેદવારોએ નિરૂબહેનને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. નિરૂબહેન મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ઓફીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને નિવૃત્ત ગથયેલ છે. તેઓ સોશ્યલોજી સાથે એમ.એ. થયા છે. હવે ૮ સામાન્ય બેઠકો માટે ર૪ ઉમેદવારો અને ર મહિલા અનામત બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં રહે છે પરંતુ ઉમેદવારી પત્રો પાછા ખેચાવાની અવધિ પુરી થયા બાદ ખરેખર કેટલા ઉમેદવારો છે તે ચિત્ર તા. ૬-૯-૧૮ના રોજ સાંજે પ કલાકે સ્પષ્ટ થશે. આ ચૂંટણી તા. ર૩-૯-૧૮ના રોજ યોજશે. જેનું મતદાન ટાઉન હોલ ખાતે થશે. રપ હજાર ઉપરાંત સભાસદો ધરાવતી આ બેંકની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે.