ઘોઘા ગામે ગોકુલ ઉત્સવની ઉજવણી

1655

ભાવનગર જીલ્લાના ઘોઘા ખાતે ૧૦૦ વર્ષ જુની પ્રથા મુજબ પાંચ દિવસીય ગોકુલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઈતિહાસના ઉજળા પાને ઝાઝરમાન અને જગ જુનો ઈતિહાસ ધરાવતા ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે છેલ્લા ૧૧૭ વર્ષથી પ્રતિવર્ષ જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી યોજાતા આ મહાઉત્સવમાં ઘોઘા ગામના તમામ લોકો સહભાગી થયા છે. આ ઉત્સવની પરંપરા કંઈક આ મુજબ  છે. જેમાં ગોકુળ રાધણ છઠ્ઠના દિવસે દરિયા કિનારેથી ગારો લાવમાં આવે છે. વાજતે-ગાજતે આ ગારો લાવી વાંસ, કાપડ અને પસ્તીના ઉપયોગ વડે ગોકુળ જે સ્થાનિક લોકો ભાષા તરીકે ઓળખાય છે. હકિકતે ભગવાન શ્રીકૃષ્ણની મુખાકૃતિ માત્ર હાથ વડે જ તૈયાર કરવામાં આવે છે.  અને પાંચ દિવસ સુધી આ ગોકુળની પુજા-દર્શન સાથે કૃષ્ણ ભકતો ભજન કિર્તન આદી ધાર્મિક કાર્યક્રમો યોજી ભક્તિ ભાવ સાથે ભગવાન સમક્ષ સમર્પણ કરે છે.

વર્ષો પુર્વે પાંચ દિવસના પર્વ દરમ્યાન દેશી ઢોલ, મંજીરાના તાલે રાસોત્સવ યોજાતો હાલ ડી.જે. સાઉન્ડના સથવારે હિન્દુ સમુદાયના લોકો રાસ તથા સંકિર્તનના કાર્યક્રમ યોજે છે. નોમના દિવસે ગોકુળનું વિસર્જન કરવામાં આવે છે. વાજતે ગાજતે ગોકુળની મૂર્તિનું ગામના પાદરમાં આવેલ માતર તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આઠમની રાત્રીએ કૃષ્ણજન્મની ઉજવણી બાદ આતશબાજી યોજી ભક્તોને માખણ, પંજરી તથા શિરાનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. આ ગોકુળ ઉત્સવમાં ભાગ લેવા માદરે વતનથી દુર દુર  ગયેલા લોકો પણ પ્રતિવર્ષ આવે છે. આ ઉત્સવ આસ-પાસના અનેક ગામોમાં આકર્ષણ સાથે શ્રધ્ધા ભક્તિનું આગવું કેન્દ્ર પણ બન્યું છે.

Previous articleશહેર-જિલ્લામાંથી શ્રાવણી જુગાર રમતા ૬૧ ઝડપાયા
Next articleનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા યોજાઈ