ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર અવિરતપણે જારી રહ્યો છે. ડોલર સામે રૂપિયો આજે ૭૧.૫૮ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. ક્રૂડની વધતી જતી કિંમતની ચિંતા જોવા મળી રહી છે. સાથે સાથે કેવાયસી ધારાધોરણ માટે એફપીઆઈ રોકાણકારોમાં પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જોવા મળી છે. સોમવારના દિવસે ડોલર સામે રૂપિયો ૭૧.૨૧ની સપાટીએ રહ્યો હતો જેની સામે આજે પ્રતિડોલર રૂપિયો ૭૧.૫૮ના સ્તરે રહ્યો હતો. ઉંચા ક્રૂડની કિંમતો અને કેવાયસી ધારાધોરણ આના માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. રૂપિયામાં રિકવરી પણ થોડાક સમય જોવા મળી હતી.
શરૂઆતી કારોબારમાં આજે રૂપિયો ૭૧.૩૭ સુધી પહોંચ્યો હતો. મોટાભાગના નિકાસકારો અને નિષ્ણાતો માની રહ્યા છે કે, રૂપિયો ૭૨ અને ૭૩ સુધી પહોંચી શકે છે. સ્થાનિકની સાથે સાથે વિદેશી પરિબળો પણ કામ કરી રહ્યા છે. સોમવારના દિવસે રૂપિયો ૨૨ પૈસા ઘટીને ૭૧.૨૧ની સપાટીએ રહ્યો હતો. શુક્રવારે રૂપિયો ૭૦.૯૯ની સપાટીએ રહ્યો હતો. આ વર્ષની શરૂઆત બાદથી આઠ મહિનાના ગાળામાં જ રૂપિયો ૬૪થી ગગડીને ૭૧ સુધી પહોંચ્યો છે. ૨૦૧૩માં ૫૩થી ગગડીને પાંચ મહિનાના ગાળામાં રૂપિયો ૬૮.૫ સુધી પહોંચ્યો હતો. ૭૩ સુધી નીચી સપાટી પર પહોંચી શકે છે. આરબીઆઈ દ્વારા પણ આ મુજબની વાત કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં કારોબારીઓ અને સરકાર ચિંતાતુર બનેલી છે. રિઝર્વ બેંક દ્વારા ઓર્થોડોક્સ મોનિટરી પોલીસ અપનાવવામાં આવી છે.
એસબીઆઈના રિપોર્ટમાં આજે કહેવામાં આવ્યું હતું. ઓગષ્ટ મહિનામાં ડોલરની સામે રૂપિયામાં ૩.૩ ટકાનો ઘટાડો થયો હતો. આવી જ રીતે એક વર્ષ અગાઉની તુલનામાં તેમાં ૧૨ ટકા સુધીનો ઘટાડો થયો છે. ડોલર માટેની માંગણી બેંકો અને આયાતકારો તરફથી અવિરત રહી હતી. બેંકો અને આયાતકારો તરફથી ડોલર માટેની માંગણી અકબંધ રહી હતી. ઓઇલ રિફાઈનરી માટેની માંગ અકબંધ રહી હતી. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમત જોવા મળી રહી છે.આયાતકારો તરફથી મહિનાના અંતમાં ડોલર તરફથી માંગ જોવા મળે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ છેલ્લા કેટલાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. આના પરિણામ સ્વરુપે રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. રૂપિયાના અવમૂલ્યાનના સંદર્ભમાં પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આર્થિક બાબતોના સેક્રેટરી એસસી ગર્ગે આજે કહ્યું હતું કે, ડિમાન્ડ અને સપ્લાયમાં અંતરના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે પરંતુ રૂપિયો ટૂંકમાં સ્થિર થઇ જશે. પ્રથમ ત્રણ મહિનામાં દેશમાંથી વિદેશી રોકાણકારોએ નવ અબજ ડોલર પાછા ખેંચી લીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, છેલ્લા થોડાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતમાં વધારો થયો છે. આના લીધે પણ રૂપિયા ઉપર તીવ્ર દબાણ આવ્યું છે. લોકલ કરન્સીમાં ઘટાડો થવા માટે સ્થાનિકની સાથે સાથે બહારના પરિબળો પણ જવાબદાર છે.