શહેરના જેલરોડ પર આવેલ સામવેદ કોમ્પ્લેક્ષમાં ઓર્થોપેડીક હોસ્પિટલની લેબોરેટરીના રસોડામાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી. જેને ફાયરબ્રિગેડ સ્ટાફે ફસ્ટએઈડ મારફત બુજાવી દીધી હતી.
શહેરના જેલરોડ પર સામવેદ કોમ્પ્લેક્ષમાં આવેલ ડો.ચેતન રાઠોડની વિશ્વકર્મા ઓર્થોપેડીક હોસ્પિટલના લેબોરેટરી રૂમના રસોડામાં રાખેલ ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી. જેની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ ફસ્ટએઈડ મારફત આગ બુજાવી દીધી હતી. આગમાં નુકશાનીનો આંક જાણવા મળેલ નથી. સીતારામ ગેસ એજન્સીનો સીલીન્ડર હોવાનું ફાયરબ્રિગેડ દ્વારા જાણવા મળ્યું હતું.