કોલકાત્તામાં ફ્લાઈઓવરનો ભાગ ધરાશાયી : એકનું મોત, ૧૯ લોકો ઘાયલ

894

દક્ષિણી કોલકાતાના તારતલા વિસ્તારમાં મંગળવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે માજેરહાટ ફ્લાઇઓવરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. તો અનેક લોકો કાટમાળમાં દબાયાં હોવાની આશંકા છે. આ ઉપરાંત અનેક વાહનો પણ ફ્લાઇઓવરના કાટમાળ ફસાયા છે. હાલ છ લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે, જેઓની હાલત ગંભીર છે. સેના અને દ્ગડ્ઢઇહ્લની ત્રણ ટીમો રાહત કાર્ય કરી રહી છે.

લગભગ ૬૦ વર્ષ જૂનો આ ફ્લાઇઓવર દક્ષિણ કોલકાતાના બેહાલા અને ઈકબાલુપરને જોડતો હતો. અનેક દિવસથી તેનું સમારકામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે અનેક ગાડીઓ ફ્લાઇઓવર પર હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દાર્જિલિંગમાં છે. તેઓએ કહ્યું કે દુર્ઘટનાની ગંભીરતા પર નજર રાખવામાં આવી રહી છે. કટોકટી પ્રબંધન વિભાગની સાથે બેઠક કરવામાં આવી છે. સાથે જ પોલીસ પાસેથી દુર્ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

ઉત્તરી કોલકાતાના ભીડભાડવાળા મોટા બજાર વિસ્તારમાં ૩૧ માર્ચ, ૨૦૧૬નાં રોજ નિર્માણધીન વિવેકાનંદ પુલ પડી ગયો હતો. આ દુર્ઘટનામાં ૨૫ લોકોનાં મોત નિપજ્યાં હતા. આ પુલનું નિર્માણ ૨૦૦૯થી થઈ રહ્યું હતું.

Previous articleજાપાન ઉપર શક્તિશાળી ‘જેબી’ વાવાઝોડું ત્રાટક્યું
Next articleરાજસ્થાનમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું