જમ્મુ કશ્મીરના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓએ ઝ્રઇઁહ્લની ડ્ઢ/૧૭૭ બટાલિયનના જવાનો ઉપર ગ્રેનેડ હુમલો કર્યાના સમાચાર છે. આ ઘટનામાં ઝ્રઇઁહ્લના ચાર જવાન ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ ઉત્તર કશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના સંગ્રામ વિસ્તારમાં આતંકીઓએ ઝ્રઇઁહ્લના જવાનો ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોને સારવાસર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. .આપને જણાવી દઈએ કે, ગત કેટલાક દિવસો દરમિયાન જમ્મુ-કશ્મીરના બારામુલા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. જેમાં સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
આ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં પણ આતંકીઓએ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે પોલીસકર્મીઓ તેમનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતા.