જાપાનના ૧૧૫ વર્ષ જૂના ‘જાપાન ઈન્ડિયા એસોસિએશન’ MoU અને AMA તેમજ IJFA દ્વારા પ્રમોટેડ જાપાન ઈન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર વચ્ચે સહયોગ માટે ગુજરાત સરકારે ઐતિહાસિક સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાપાનના પાટનગર ટોક્યોમાં જાપાનના રાજદૂત ચિનોયની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ એમઓયુ દરમિયાન JIAના અધ્યક્ષ અને ભારત ખાતેના પૂર્વ રાજદૂત હિરોશી હિરાબાયાશી તેમજ AMA ખાતે જાપાન સેન્ટરના સ્થાપક અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસો. ગુજરાતના પ્રેસિડેન્ટ, મુકેશ પટેલે પણ સમજૂતિ પર હસ્તાક્ષર કરી પરસ્પર અદાનપ્રદાન કર્યું હતું.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સહિતનું પ્રતિનિધિમંડળ જાપાનની મુલાકાતે ગયું હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સહિતનું પ્રતિનિધિમંડળ જાપાનની મુલાકાતે ગયું હતુંઆ એમઓયુ ભવિષ્યમાં બન્ને દેશો વચ્ચે શૈક્ષણિક, વ્યવસાયિક અને સાંસ્કૃતિક સંબંધોને પરસ્પર સહયોગ દ્વારા વધુ મજબૂત બનાવવા માટે કરાયા છે.
ભારતમાં ઉપસ્થિત જાપાનની તમામ અગ્રણી કંપનીઓ જેઆઈએની સભ્ય છે. આ એસોસિએશનના અધ્યક્ષપદે જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિનો મોરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળના પ્રતિનિધિમંડળે METI, JETROર્નં અને JICAને મળીને વ્યવસાયિક સહયોગ વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી હતી.