મોકડ્રીલનું આયોજન : કચ્છમાં ‘સુનામી’,૧૭૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા.!!

1294

દરિયાઈ જળસીમા ધરવતા કચ્છ જીલ્લામાં સુનામીને લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ કચ્છના માંડવી તાલુકાના મસ્કા અને જનકપુર ખાતે કરવામાં આવી હતી. મોક ડ્રીલના ભાગરૂપે આશરે ૧૭૦૦ લોકોને ગામોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.મોકડ્રીલમાં રાજય સરકાર સંબંધિત વિભાગ તેમજ લશ્કરીદળો તેમજ એનડીઆરએફ ટીમો જોડાઈ હતી.સુનામી સમયે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.કચ્છ જીલ્લો દરિયાઈ જળસીમા સાથે જોડાયેલો છે.કચ્છના માંડવી તાલુકાના મસ્કા અને જનકપુર ગામે સુનામી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મોકડ્રીલ ભવિષ્યમાં કુદરતી આફત સમયે તંત્રની સતર્કતા અને સંબંધિત એજન્સીઓની તૈયારીને તથા સ્થાનિક લોકોની તૈયારીને વધુ સુદ્રઢ બનાવશે. સાથે સાથે સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓ વચ્ચે તાલમેલ વધશે.

સુનામી જેવી કુદરતી આફત સમયે અગાઉથી તૈયારી કરવી ખુબ જરૂરી હોય છે. તેથી આ મોકડ્રીલ ભવિષ્યમાં સુનામી સમયે ત્વરિત નિર્ણય લેવામાં મદદરૂપ બની રહેશે. મોકડ્રીલ પુરી થશે એટલે સ્થળાંતર કરાયેલા લોકો ફરી પૂર્વવત તેમના ગામમાં પરત ફરશે.

આ ઈન્ડિયન ઓસન વાઈડ એક્સસાઈઝ યોજવાનો મુખ્ય હેતુ વોર્નિંગ ડિસેમિનેશન સિસ્ટમ (ચેતવણી પ્રસરણ પ્રણાલી)ની અસરકારકતાનું મૂલ્યાંકન અને સુધારણા, સુનામી સજ્જતા વધારવી, પ્રતિભાવ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવું અને સંકલનને સુધારવા માટે છે.

આ એક્સરસાઈઝ યોજવાનો હેતુ સ્થાનિક દરિયાઈ સમુદાય સ્તરે પ્રાથમિક ધ્યેય કેન્દ્રિત કરવાની સાથે સુનામી ચેતવણી અને પ્રતિક્રિયા સાંકળના તમામ સ્તરોનો ઉપયોગ કરવાનો છે.

 

Previous articleરાજયભરમાં કૃષ્ણમંદિરોમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો
Next articleહાર્દિક પારણાં કરી લે, સરકાર પાટીદારોના મુદ્દે ચિંતિતઃ પાટીદાર અગ્રણીઓ