જિલ્લામાં ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર કટિબધ્ધ : કલેક્ટર

853
bvn26102017-3.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ આજથી રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જવા પામી છે. રાજ્યભરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ન્યાયી ચૂંટણી પ્રક્રિયા યોજાય તેવી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવશે તેમ આજે પત્રકાર પરિષદ યોજી ભાવનગર જિલ્લા ચૂંટણી કમિશ્નર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે આજે સાંજે કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં ભાવનગર જિલ્લામાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-ર૦૧૭ સંદર્ભે માહિતી આપતા જણાવેલ કે, રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો તા.૯ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં ભાવનગર જિલ્લાની ૭ બેઠકોનો પણ સમાવેશ થશે. જેમાં તા.૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી મતદાન થશે અને ૧૮ ડિસેમ્બરના રોજ મતગણતરી કરાશે. જ્યારે તા.રર ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે. રાજ્યભરની સાથોસાથ ભાવનગર જિલ્લામાં પણ આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થાય છે.
ભાવનગર જિલ્લાની સાતેય બેઠકોમાં એક-એક મતદાન બુથ માત્ર મહિલા સંચાલિત રહેશે. જેમાં માત્ર મહિલા સ્ટાફ જ રહેશે. જિલ્લાના તમામ ૧૮રર મતદાન મથકો પર વીવીપેટનો ઉપયોગ કરાશે. જેમાં પણ નોટાનો વિકલ્પ રાખવામાં આવેલ છે. મતદાન પૂર્વે સાત દિવસ અગાઉ દરેક મતદારોને મતદાન માટેની સ્લીપો પહોંચતી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવેલ કે, જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે વ્યવસ્થા કરાશે. જેમાં દિવ્યાંગ મતદારોને શોધીને તેમને જરૂરી મદદ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વીવીપેટનો ઉપયોગ થનાર હોય તેની ઉચ્ચાઈ અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવશે. વીવીપેટમાં મતદારે જેણે મત આપ્યો હશે તેનું નામ સાથે ચૂંટણી ચિહ્નની સ્લીપ નિકળશે. જેથી ગેરરીતિનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. આ ઉપરાંત મતદાન મથકો પર વિડીયોગ્રાફી કરવા ઉપરાંત કેટલાક મતદાન મથકો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. આ ઉપરાંત તમામ મતદારોને એપીક કાર્ડ આપવામાં આવ્યા છે. છતાં જિલ્લાના કોઈપણ મતદાર તેમનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા ઓનલાઈન વેબસાઈટ રંંઃરૂરૂુુુ.ર્ષ્ઠી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર તેમજ હેલ્પલાઈન નંબર ૧૯પ૦ તથા એસએમએસ થકી પણ માહિતી મેળવી શકશે. જ્યારે ઓફલાઈન માટે બુથલેવલ ઓફિસર પાસે જે-તે કચેરીએ સંબંધિત મતદાન નોંધણી અધિકારી પાસેથી અથવા ચૂંટણી શાખા ખાતેથી જરૂરી વિગતો મેળવી શકાશે તેમ જણાવ્યું હતું. મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પૂર્વે ઉમેદવારીપત્ર રજૂ કર્યાના ૧૦ દિવસ પહેલા સુધી મતદારો નામ નોંધાવવા, સુધારો-વધારો કરવા તથા ફેરબદલી કરવા અરજી કરી શકશે અને તેની જરૂરી કાર્યવાહી થશે. તેમ જણાવેલ. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, નાયબ માહિતી નિયામક એસ.એસ. બંબુડીયા, ચૂંટણી શાખાના મામલતદાર કાકલોતર, ફટાણીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

મહાનગર સેવા સદન અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ તંત્રને મોટરો સોંપી દીધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તંત્ર તરફથી આચારસંહિતા પણ લાગુ થઈ છે. ચૂંટણી આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો અને સરકાર માધ્યમોના વિવિધ ખાતાના પદાધિકારીગણો માટેની કેટલીક સુચનાઓ જારી થઈ છે. જેમાં મહાપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓની મોટરો વાહનો વાપરવા સામે જે-તે તંત્ર દ્વારા સુચનાઓ થતા પદાધિકારીગણો વાપરતા વાહનો જમા કરાવ્યા છે. જેમાં મહાપાલિકા સેવા સદનના પદાધિકારીગણોએ ઓફિસ સમય પુરો થતા વાહનો તંત્રને સુપ્રત કર્યા છે. ઉપરાંત હવે અન્ય કોઈ મોટા પ્રોજેક્ટોની કામગીરી બાબતે પણ તંત્ર દ્વારા જાણકારી દીધી છે. ચૂંટણી જાહેર થતા આજે તા.રપ ઓક્ટોબરના દિવસે મહાનગર સેવા સદનમાં બાવન નગરસેવકોમાંથી ગણ્યાગાંઠ્યા સેવકો સેવા સદનમાં જોવા મળેલ.

ફ્લાઈંગ સ્ક્વોર્ડની રચના
વિધાનસભા ચૂંટણી સંદર્ભે નાણાંકિય હેરફેરની શક્યતાઓ રહેતી હોય છે અને અગાઉ અનેક કિસ્સા પ્રકાશમાં આવેલા છે ત્યારે તંત્ર દ્વારા ફ્લાઈંગ સ્કવોર્ડ સહિતની રચના કરાશે. જેમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને તપાસવામાં આવશે અથવા રાજકિય પક્ષ સાથે સંકળાયેલા લોકોને પણ ચકાસાશે અને નિયમ કરતા વધારે નાણાં નિકળશે તો તે જપ્ત કરવામાં આવશે. પરંતુ સામાન્ય લોકો અને વેપારીઓને કોઈ જાતની પરેશાની ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે. 

વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ    તા.૧૪ નવેમ્બર
ઉમેદવારીનો છેલ્લો દિવસ     તા.ર૧ નવેમ્બર
ઉમેદવારી ફોર્મ ચકાસણી    તા.રર નવેમ્બર
ફોર્મ પરત ખેંચવાની     તા.ર૪ નવેમ્બર
ચૂંટણી-મતદાન     તા.૦૯ ડિસેમ્બર
મતગણતરી    તા.૧૮ ડિસેમ્બર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ     તા.ર૦ ડિસેમ્બર

સીંગલ વિન્ડો સિસ્ટમ
આગામી વિધાનસભા ચૂંટણી-ર૦૧૭ સંદર્ભે વહિવટી તંત્ર દ્વારા ઉમેદવારોને જાહેરસભા, રેલી કે મિટીંગો અને પ્રચાર-પ્રસાર માટેના વાહનોની મંજુરી માટે અગાઉ અલગ-અલગ પ્રકારની મંજુરીઓ લેવી પડતી હતી. તેના બદલે હવે તમામ પ્રકારની મંજુરીઓ એક જ સ્થળેથી મળી રહે અને ઝડપી કામગીરી થાય તે માટે સીંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે જણાવ્યું હતું.

પેઈડ ન્યુઝના સંદર્ભે
પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મિડીયા પર સતત મોનીટરીંગ કરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આ વખતે પણ પેઈડ ન્યુઝ સંદર્ભે અલગથી એક વિભાગ બનાવવામાં આવશે. જેમાં ટીવી પર આવતા સમાચારોમાં ચૂંટણી સંદર્ભેના ન્યુઝ જોવામાં આવશે અને તે પેઈડ ન્યુઝ છે કે કેમ તે અંગેની ચકાસણી કરાશે અને તેના થકી આચારસંહિતાના અમલની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત પ્રિન્ટ મિડીયામાં આવતા સમાચારો પણ ચકાસવામાં આવશે. જેના માટે અલગથી જ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. શંકાસ્પદ સમાચારો અંગે તુરંત જ ચૂંટણી અધિકારીને જાણ કરવામાં આવશે અને તેની ખરાઈ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે

વિધાનસભા બેઠક વાઈઝ ચૂંટણી અધિકારીની નિમણુંક
ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે યોજાનાર વિધાનસભાની ચૂંટણી અંગે દરેક વિધાનસભા બેઠક વાઈઝ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ નોડલ અધિકારી તેમજ મદદનીશ નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

મતદાન મથકો, મતદારોની યાદી

વિધાનસભા મત             મતદાન                                    મતદારોની સંખ્યા
વિસ્તારનું નામ                મથકની                      પુરૂષ            સ્ત્રી                  અન્ય                કુલ
                                      સંખ્યા
૯૯-મહુવા                       રરપ                        ૧૦૮૯પ૭       ૯૯૭૦૭            ૦             ર૦૮૬૬૪
૧૦૦-તળાજા                   ર૬૧                         ૧૧૬૯૭૯      ૧૦૪૪ર૭          ૦              રર૧૪૦૬
૧૦૧-ગારિયાધાર             ર૪૦                       ૧૦૬૯૪૦         ૯૬૬૦૬           ૦              ર૦૩પ૪૬
૧૦ર-પાલીતાણા               ૩૦૭                         ૧૩૦૭૪૬       ૧૧૮૮૩પ        ૦              ર૪૯પ૮૧
૧૦૩-ભાવનગર ગ્રામ્ય       ૩૦૮                       ૧૩પ૪૩૪          ૧રર૮ર૧        ૦             રપ૮રપપ
૧૦૪-ભાવનગર પૂર્વ         ર૪૭                           ૧ર૪૦૭૮      ૧૧૯૦૧૧         ૩              ર૪૩૦૯ર
૧૦પ-ભાવનગર પશ્ચિમ      ર૩૪                         ૧રપ૬૮૮        ૧૧પપ૯૪      ર૬              ર૪૧૩૦૮
ભાવનગર જિલ્લો              ૧૮રર                        ૮૪૮૮રર        ૭૭૭૦૦૧       ર૯            ૧૬રપ૮પર

Previous articleટ્રાફીક નિયમોના ભંગ બદલ ૩૦ વાહનોને ડીટેઈન કરાયા
Next articleગુજરાતમાં આચારસંહિતા લાગુ : હોર્ડિંગ્સને હટાવાયા