હાર્દિક પારણાં કરી લે, સરકાર પાટીદારોના મુદ્દે ચિંતિતઃ પાટીદાર અગ્રણીઓ

1408

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને મુદ્દે આજે સવારથી જ ચર્ચાઓ થઇ રહી હતી. પાટીદારોની ૬ સંસ્થાઓના અગ્રણીઓ અને સરકાર વચ્ચે બે કલાકની બેઠક બાદ સરકારનું વલણ હકારાત્મક હોવાનું પાટીદાર અગ્રણી સી.કે.પટેલે જણાવ્યું હતું.

સરકાર અને પાટીદાર સંસ્થાના વડાઓની બેઠક પૂર્ણ થઇ છે. સરકાર સાથે મંત્રણા બાદ સી.કે.પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે સમાજના પ્રશ્નોની ઝીણવટથી ચર્ચા થઈ છે. હાર્દિકભાઈને પારણાં કરવા અમે વિનંતી કરીએ છીએ.તદુંરસ્તીનું ધ્યાન રાખીને હાર્દિક પારણાં કરે તેવી અમારી અપીલ છે. સરકાર પાટીદારોના પ્રશ્નો મુદ્દે ચિંતિત છે.

તમામ મુદ્દે સરકાર સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે.અનામત મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

Previous articleમોકડ્રીલનું આયોજન : કચ્છમાં ‘સુનામી’,૧૭૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા.!!
Next articleવ્યાયામમાં સાતત્ય સાચવવા માટે સચોટ સૂચનો