પત્રકાર ભગવતીકુમાર શર્માનું 84 વર્ષની ઉંમરે નિધન

1365

જાણીતા સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાક શર્માનું નિધન થતા સાહિત્ય જગતમાં શોક ફેલાઇ ગયો છે. લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહેલા ભગવતીકુમાર શર્માએ સુરત ખાતે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ભગવતીકુમાર શર્માએ સાહિત્ય જગતમાં પોતાની કિર્તી એવી રીતે દર્શાવી કે તેમના સ્વર્ગવાસ બાદ પણ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય આપણી વચ્ચે આજે પણ જીવતુ રહેશે. ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યમાં નવલકથા,ટૂકી વાર્તાઓ,કવિતાઓ, લેખો, તથા ગઝલો માટે જાણીતા કવિ તરીકે પણ ઓળખાય છે. તેમણે 80થી વધારે પુસ્તકો પણ લખ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના  સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી સદ્દગત ને શ્રધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદ્દગતને ભાવાંજલી આપતા કહ્યું કે, ભગવતી કુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકાર ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ પડી છે

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleફાસ્ટ બોલર આરપી સિંહે કરી સંન્યાસની ઘોષણા