બેંક લોન નહીં ભરો તો તમારો પાસપોર્ટ થશે જપ્ત

1062

બેંક લોન ડિફોલ્ટ કરવા અંગે જો કેસ નોંધવામાં આવશે તો પાસપોર્ટ પણ જપ્ત થઇ શકે છે. સીએનબીસી-આવાઝને એક્સક્લુઝિન જાણકારી મળી છે કે સરકાર આ મહિનામાં આ પ્રસ્તાવને કાયદાકીય મંજૂરી આપી શકે છે. જેના કારણે હવે તમે લોન ન ભરી શકો તો તમારો પાસપોર્ટ પણ જપ્ત કરી શકો છો. પાસપોર્ટ જપ્ત કરવાની ગાઇડલાઇન્સ ફાઇનલ થઇ ગઇ છે. લોન ડિફોલ્ટનો કેસ નોંધાશે તો પાસપોર્ટ જપ્ત થઇ શકે છે.

જાણીજોઇને લોન ન ભરનાર સામે સરકારે આ પગલું ઉઠાવ્યું છે. જેના માટે પાસપોર્ટ એક્ટના સેક્શનમાં 10(3)(સી) બદલાવ થશે. જેને આ મહિને કેબિનેટમાંથી મંજૂરી મળશે.

Previous articleદિલ્હીમાં લાખો ખેડૂત-મજૂરો કાઢી રહ્યા છે રેલી
Next article9 વર્ષની બાળકી સાથે ગેંગરેપ