જમ્મુ કાશ્મીરના બારામૂલામાં કઠુઆ ગેંગરેપ-હત્યા જેવો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ 14 વર્ષના પિતરાઈ ભાઈએ માતાની શેહમાં પોતાના ત્રણ મિત્રોની સાથે બાળકી સાથે ગેંગરેપ કર્યો. બાદમાં તેની આંખ કાઢી લીધી અને તેના પ્રાઈવેટ પાર્ટ તેમજ છાતી પર એસિડ નાંખ્યું. બાદમાં મહિલાએ તેને ઉરીમાં પોતાના ઘરની પાસેના જંગલમાં દફનાવી દીધી.
બારામૂલાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી મીર ઇમ્તિયાઝ હુસૈનને કહ્યું કે પરિવારમાં જલન અને બદલાની ભાવનાથી આ ઘટનાને પાર પાડી હતી. ઘટનાની તપાસ માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આરોપીએ માતાએ પૂછપરછમાં જણાવ્યું કે તેના પતિની વધુ એક પત્ની છે. મરી ગયેલી દીકરી તેની હતી. પતિને તે બંને સાથે વધુ લાગણી હતી, જે તેને પસંદ ન હતું.