કલમ ૩૭૦ અને ૩૫-A હટાવી તો સારું નહીં થાય : મેહબૂબા મુફ્તિ

885

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫A હટાવવા પર કાશ્મીરના નેતાએ નિવેદન આપ્યું છે. ધમકી ભર્યા સુરમાં તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫A હટાવવા પર જમ્મુ-કાશ્મીર સાથે સંબંધો પુરા કરી દેશે તેમ જણાવ્યું છે.

આ પ્રકારનું નિવેદન બાજુ કોઇ નહી પણ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આપ્યું છે. તેમણે કહ્યું કે, જો કલમ ૩૭૦ અને ૩૫A હટાવવામાં આવશે તો સારૂ નહી થાય. આવી સ્થિતીમાં જમ્મુ-કાશ્મીર ભારત સાથેના સંબંધો પૂર્ણ કરી દેશે.

મફ્તીએ ધમકી ભર્યા સુરમાં કહ્યું કે, ૩૭૦ અને ૩૫A રાજ્યની એક અલગ ઓળખ છે, જેને કોઇ પણ સ્થિતીમાં બચાવી રાખવામાં આવશે. રાજૌરીની મુલાકાતે આવેલી PDP અધ્યક્ષે કહ્યું કે, રાજ્યની સ્થિતી સામાન્ય કરવા માટે વડાપ્રધાન મોદીએ અટલ બિહારી વાજપેયી બનવું પડશે, જે માટે પાકિસ્તાન સાથે વાત કરવી જરૂરી છે. તેમજ મુફ્તીએ અપીલ કરી કે, કાશ્મીર માટે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં પોતાના સમક્ષ ઇમરાન ખાન સામે મિત્રતાનો હાથ લંબાવવો જોઇએ.તમને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ ૩૫-એ થી સબંધિત સૂનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકિલ તરફથી કોર્ટમાં કરવામાં આવેલ ટિપ્પણીની જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ ઘોર નિંદા કરી છે.

પાર્ટીએ કહ્યું કે, રાજ્યપાલ એસપી મલિક આ ખાતરી કરે કે પ્રદેશ નિષ્પક્ષતા અને મજબૂતી સાથે પોતાનો પક્ષ મુકે.

ખરેખર, એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાં પોતાનો પક્ષ મૂકી રહ્યા છે. ગત અઠવાડિયે કોર્ટમાં મહેતાએ જે વલણ અપનાવ્યું હતું, મીર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા હતાં. સૂનાવણી દરમિયાન અનુચ્છેદ ૩૫-એ અને કેટલાક અન્ય પહેલુંઓ પર ચર્ચાની આવશ્યક્તાની દલિલોથી સહેમતી દર્શાવતા એએસજીએ કહ્યું,’એ વાતથી ઇન્કાર કરી શકાય તેમ નથી કે આમા (અનુચ્છેદ ૩૫-એમાં) લૈગિંક ભેદભાવના પાસા સામેલ છે.

Previous articleમાઓવાદીઓ સાથેના સંબંધ પુરવાર થાય તો સરકાર ધરપકડ કરે : દિગ્વિજયસિંહ
Next articleબુલેટ ટ્રેન આપતા પહેલા જાપાન ભારતને સેફ્ટી ટેક્નોલોજી આપશે