બુલેટ ટ્રેન આપતા પહેલા જાપાન ભારતને સેફ્ટી ટેક્નોલોજી આપશે. જાપાનને ભારતની સેફ્ટી ટેક્નોલોજીને લઈને ચિંતા છે. ભારતમાં ૨૦૨૩ સુધીમાં બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ છે પરંતુ સરકાર વર્ષ ૨૦૨૦ સુધી જ બુલેટ ટ્રેન દોડતી કરવા ઈચ્છે છે. દર વર્ષે ભારતમાં આશરે ૧૦૦ ટ્રેન દુર્ઘટના થાય છે. આના માટે રેલવેની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાને જવાબદાર માનવામાં આવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેન દુર્ઘટનામાં ૫૦૦ લોકોના મૃત્યુ થયા છે. સેફ્ટી ટેક્નોલોજીના મામલે ભારતના રેલવે મંત્રાલયે જાપાનની એક એજન્સી જેઆઈસીએ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી અંતર્ગત જેઆઈસીએ ભારતમાં પોતાના એક્સપટ્ર્સ મોકલશે.
ભારત જાપાનના ૧૮ શિંકનસેન બુલેટ ટ્રેનની ખરીદી કરવા જઈ રહ્યું છે. આની કીંમત ૭૦૦૦ કરોડ રુપિયા હશે. એક ટ્રેનમાં ૧૦ કોચ હશે. આ ટ્રેન ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલવામાં સક્ષમ છે. ભારતમાં પથમ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવા માટે પ્રસ્તાવિત છે. બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ૩૦૦૦ રુપિયા સુધીનું ભાડુ થઈ શકે છે. બુલેટ ટ્રેન મામલે જાપાનમાં શિંકનસેનનો કોઈ મુકાબલો નથી. ૧૯૮૪માં શિંકનસેને બુલેટ ટ્રેનની શરુઆત ટોક્યોથી જ કરી હતી. બુલેટ ટ્રેનનું વિશ્વમાં સૌથી મોટુ નેટવર્ક શિંકનસેનનું છે.
બુલેટ ટ્રેન સર્વિસ ચીન, જર્મની, અને ફ્રાંસમાં પણ છે પરંતુ જાપાનને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ પ્રાપ્ત છે. ૧૯૬૪માં શરુઆત બાદ જાપાનમાં બુલેટ ટ્રેનનું નેટવર્ક ૨૬૦૦ કિલોમીટરથી વધારે છે. જાપાનના ઘણા મોટા શહેર જેવાકે ટોક્યો, ટોકાઈડો, ઓસાકા, ટોક્યો અને યોકોહામા આ નેટવર્કનો ભાગ છે.