યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. આજે વર્તમાન ચેમ્પિયન રાફેલ નડાલે પાંચ સેટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડોમેનિક થીમ ઉપર જીત મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો. આ વર્ષના યુએસ ઓપન ઈતિહાસની સૌથી લાંબી મેચ રમાઈ હતી. નડાલે પ્રથમ સેટ ૬-૦થી ગુમાવ્યો હતો. ઓસ્ટ્રીયનના ખેલાડીએ જોરદાર રમત રમી હતી. જોકે ૩૨ વર્ષિય સ્પેનિશ ખેલાડીએ ત્યારબાદ બાકીના બે સેટ જીતી લીધા હતા. ત્યારબાદ થીમે જોરદાર વાપસી કરીને એક સેટ જીતી લીધો હતો. છેલ્લા સેટમાં પણ જોરદાર સ્પર્ધા જામી હતી. આર્થરએસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ખૂબ જ રોચક બની હતી. નડાલ હવે શુક્રવારે રમાનારી સેમી ફાઈનલમાં ૨૦૦૯માં ચેમ્પિયન ડેલ પોટ્રો સામે રમશે. પોટ્રોએ ૨૦૦૯માં શાનદાર રમત રમીને સિંગલ્સમાં ટ્રોફી જીતી હતી. સેમી ફાઈનલમાં સો ટકા દેખાવ કરવા માટે નડાલ પાસે બે દિવસનો સમય રહેશે. મહિલા વર્ગમાં સરેના વિલિયમ્સે જીત મેળવીને આગેકૂચ કરી હતી. આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. સ્પેનના રાફેલ નડાલ સામે આ વખતે મોટા પડકાર રહેલા છે. રાફેલ નડાલ સામે આ વખતે પુરુષોની સિંગલ્સ ફાઈનલ પહેલા નોવાક જોકોવિક અને રોજર ફેડરર પડકાર ફેંકી શકે છે. નડાલને પોતાના તાજને જાળવવા માટે જોરદાર મહેનત કરવી પડશે. આવી જ રીતે મહિલા સિંગલ્સમાં પણ સ્ટેફાનેને તાજને જાળવવા મુશ્કેલી રહેશે. કારણ કે, સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે.