જાફરાબાદ તાલુકાના શેલાણા અને શિયાળબેટ ગામે સેવા સેતુ યોજાશે

915

જાફરાબાદ જિલ્લામાં પછાત ગણાતા તાલુકાની જનતા માટે ભાજપ સરકાર દ્વારા લોકોના ઘર બેઠા પ્રશ્નો ઉકેલવા કટીબધ્ધ, જેમાં શેલાણા ગામે ડેપ્યુટી કલેક્ટર ડાભી, મામલતદાર ચૌહાણ, ટીડીઓની હાજરીમાં ર૧૭૮ અરજીઓનો નિકાલ કરાયો તેમજ આગામી ૧૧-૯, અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટમાં સ્પેશ્યલ સેવા સેતુ યોજાશે તેમજ બલાણા ગામે તા.૧પના રોજ સેવા સેતુ યોજાશે.

જાફરાબાદ તાલુકો અમરેલી જિલ્લામાં સૌથી પછાત માટે ભાજપ સરકાર દ્વારા લોકોના ઘર બેઠા પ્રશ્નો મામલતદાર કચેરીના હોય કે આઈઆરડી વિભાગ કચેરીને લગતા લોકોના તમામ પ્રશ્નોના ઘર બેઠા ઉકેલ માટે રાજ્ય સરકારના આદેશ મુજબ સેવા સેતુઓનું આયોજન કરવા કટીબધ્ધ થઈ. જેમાં જાફરાબાદ તાલુકાના શેલાણા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ ડેપ્યુટી કલેક્ટર ડાભીની અધ્યક્ષતામાં તેમજ મામલતદાર ચૌહાણ, ઈન્ચાર્જ ટીડીઓ કે.પી. વાઢેર સાથે મામલતદાર કચેરીનો સ્ટાફ, આઈઆરડી વિભાગનો તમામ સ્ટાફ તેમજ તાલુકા પંચાયતકચેરીના તાલુકા શિક્ષણ અધિકારી વાઢેરભાઈ, મનુભાઈ કાતરીયા, રમેશભાઈ સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ તેમજ તમામ અધિકારીઓની સ્ટાફ સાથેની હાજરીમાં શેલાણા ગામ આજુબાજુના હેમાળ, ટીંબી, માણસા, લોર, જીકાદ્રી નવી-જુની, ભાડા સહિતના કુલ ર૧૭૮ અરજદારોની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો તેમજ આગામી ૧૧-૯ના રોજ અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટ ગામે સ્પેશ્યલ સેવા સેતુનું ભવ્ય આયોજન કરેલ છે. જેમાં રાજ્યમંત્રી ખુદ આર.સી. ફળદુ ઉપસ્થિત રહેશે. જે દરિયાની વચ્ચે આવેલ ટાપુ શિયાળબેટની જનતાની પરિસ્થિતિનો તાગ મેળવાશે તેમજ આગામી તા.૧પના રોજ બલાણા ગામે સેવા સેતુ યોજાશે.

Previous articleકુંઢડા પ્રા. શાળામાં શિક્ષકદિનની ઉજવણી
Next articleબોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદારને આવેદન અપાયું