નર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે : ભાજપ

1389
gandhi492017-2.jpg

કોંગ્રેસના રાહુલ ગાંધી માત્ર ને માત્ર ગુજરાત ને અને ગુજરાતીઓને ટાર્ગેટ કરી, જુદી જુદી જાતના તરકટ રચી, નાટક કરી અત્યારે ચૂંટણી ટાણે બદનામ કરવા માટે આવે છે, માટે ગાંધી ને અનુરોધ છે કે ભાજપ સરકાર કે ભાજપ સામે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો ના કરે અને શાણા- સમજુ ગુજરાતીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ન કરે તેમ શ્રી પંડ્‌યાએ જણાવ્યું હતું. 
કોંગ્રેસે હંમેશા ગુજરાતને અન્યાય જ કર્યો છે, ભૂતકાળમાં ગુજરાતની તમામ પ્રકારની યોજનાઓ પર કાપ મૂકીને ગુજરાતને મળનારા અધિકારોનું હનન કરવાનું મહાપાપ  કોંગ્રેસે કર્યું હતું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને અટકાવવા તેમજ નર્મદા વિરોધી મેઘા પાટકર ટોળકીને ટેકો આપવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું, તે સમયે ગાંધી પરિવાર કે કોંગ્રેસને ગુજરાત યાદ કેમ ના આવ્યું તે ગુજરાતની જનતા ગાંધીને પૂછવા માંગે છે. તે સમયે કેમ ગુજરાત અને ગુજરાતીઓની ઉપેક્ષા કરાઈ હતી અને અત્યારે ચૂંટણી ટાણે કેમ આંટા ફેરા કરો છો તે ગુજરાતની જનતા પૂછે છે, તેનો જવાબ રાહુલ ગાંધી આપે. 
ખ્તજં ના સંદર્ભ માં કોંગ્રેસ બે મોઢાની વાત કરે છે, એક તરફ એમ કહે છે કે ખ્તજં અમે મૂકેલું અને અત્યારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે કોંગ્રેસ સહિત તમામ રાજ્ય સરકારો સાથે અને તમામ રાજ્યોના નાણાં મંત્રીઓની ખ્તજં કાઉન્સીલમાં સર્વ સહમતીથી ખ્તજં નો નિર્ણય લેવાયો છે ત્યારે હવે ખ્તજંને આવકારવાને બદલે તેનો શા માટે  વિરોધ કરીને વ્યાપારીઓ તેમજ પ્રજાજનોને ગેરમાર્ગે દોરી કેમ ઉશ્કેરે છે તે સમજાતું નથી. મોટી માત્રામાં રજીસ્ટ્રેશન કરાવીને વ્યાપારી વર્ગે ખ્તજં ને આવકાર આપ્યો છે, ત્યારે કોંગ્રેસના આવા પ્રયત્નોથી પ્રજાજનો અને વ્યાપારી વર્ગ ગેરમાર્ગે નહીં દોરાય.
 કોંગ્રેસેની માનસિકતા હંમેશા ગુજરાત તેમજ ગુજરાતીઓ વિરોધી જ રહી છે. જવાહર લાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીને તેમની હયાતીમાં ભારત-રત્ન આપવામાં આવ્યું, રાજીવ ગાંધીને મત્યુ ના માત્ર ૪૫ દિવસમાં ભારત-રત્ન આપવામાં આવ્યું જ્યારે ગુજરાતના સપૂત લોખંડી પુરુષ સરદારને કેમ ૪૧ વરસ પછી અને તે પણ અટલ બિહારી બાજપેઈજીની દરમિયાનગીરી ના કારણે ભારત- રત્ન આપ્યું અને એટલું જ નહીં પણ આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ને પણ ભારત-રત્ન આપવામાં વિલંબ કેમ કર્યો તે ગાંધી ગુજરાતની જનતાને જણાવતા જાયે તેવો અનુરોધ છે. 

Previous articleભારતનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારકામાં બનશ
Next articleપ્રવિણ પટેલના વખતમાં થયેલ ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડી પોકારે છે